જેસલમેર:જેસલમેરજિલ્લાના સમ વિસ્તારમાં એક યુવકે આત્મદાહનો પ્રયાસ (Self Immolation In jaisalmer) કર્યો હતો. માહિતી અનુસાર સમ વિસ્તારની વસાહતની વચ્ચે એકાંત વિસ્તારમાં યુવકે પોતાની જાતને આગ લગાવી દીધી. માહિતી મળતાની સાથે જ નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ગંભીર હાલતમાં યુવકને જિલ્લા મુખ્યાલય સ્થિત જવાહર હોસ્પિટલમાં લાવ્યા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને જોધપુર રીફર કરવામાં આવ્યો છે.
ગુજરાતના યુવકએ જેસલમેરમાં કર્યું અગ્નિસ્નાન - Man from gujarat set himself on fire in Jaisalmer
જેસલમેર જિલ્લાના સમ વિસ્તારમાં યુવકે પોતાની જાતને આગ લગાવી દીધી. યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને જોધપુર રિફર કરવામાં આવ્યો છે. યુવક ગુજરાતનો રહેવાસી છે.આત્મદાહનું કારણ હજી બહાર આવ્યું નથી. Self Immolation In jaisalmer, Gujarat Boy set himself on Fire,Man from gujarat set himself on fire in Jaisalmer
સુરતના યુવકનો આત્મદાહ: આ ઘટનાની માહિતી મળતા જ જેસલમેરના નાયબ પોલીસ અધિક્ષક પ્રિયંકા કુમાવત, ચીફ મેડિકલ ઓફિસર ડૉ. બીએલ બુનકર, અન્ય અધિકારીઓ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અંગે યુવકના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે. સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જો કે યુવકના, આપઘાતના પ્રયાસ પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી. યુવકની ઓળખ મયુર (25) પુત્ર ભરતભાઈ પટેલ રહેવાસી સુરતતરીકે થઈ છે. યુવક મહારાષ્ટ્રના પુણેમાં ડિજિટલ માર્કેટિંગનું કામ કરતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, યુવક છેલ્લા 3-4 દિવસથી પરિવારના સભ્યો સાથે વાત પણ કરી રહ્યો ન હતો. પોલીસ યુવકના આત્મહત્યાના પ્રયાસ (Gujarat Boy set himself on Fire) અને જેસલમેર આવવા પાછળના કારણોની તપાસ કરી રહી છે