- યુવા ખેડૂતે પોતાની ધરતીને કૃષિ પ્રયોગશાળામાં બદલી
- ખેડૂતે નાનકડું પોલ્ટ્રી એગ ઇન્ક્યુબેટર કર્યું છે તૈયાર
- નાનકડા પોલ્ટ્રી ફાર્મિંગમાં આ યુવા ખેડૂતને અપાવી સફળતા
હાસન: અત્યારના સમયમાં અનેક યુવાઓ ખેતીમાં પોતાનો રસ દેખાડી રહ્યાં છે પરંતુ બજારમાં પર્યાપ્ત સુવિધાઓ નહીં મળતા તેઓનો ખેતીમાંથી રસ ઓછો થઇ રહ્યો છે. જો કે અહીંયા એક યુવાન એવો પણ છે કે જે પોતાના પિતા સાથે ખેતીમાં જોડાયો. સાથ જ તેણે સસ્તુ અને નાનું પોલ્ટ્રી એગ ઇન્ક્યુબર મશીન પણ બનાવ્યું છે. હાસન જિલ્લાના હોલેનારસીપુરા મોસાલેહલ્લીની પાસે આવેલા ઉલુવારે ગામના નિવાસી અનિલે એક નાનકડા પોલ્ટ્રી ઇન્ક્યુબેટર બનાવ્યું છે. અનીલ જાતે પણ પોલ્ટ્રી ફાર્મિંગ કરી રહ્યો છે અને તેને તેમાં સફળતા પણ મળી છે. હવે આ ઇન્ક્યુબેટરથી ખેડૂતોના 3500 જેટલા રૂપિયા બચી રહ્યાં છે. આ ઉપરાંત તે ખેડૂતોને પોલ્ટ્રી ફાર્મિંગ અંગે પ્રશિક્ષણ આપી રહ્યો છે. અનિલએ ITIમાંથી અભ્યાસ કર્યો છે. ખેતી સાથે જોડાયા પછી તેણે કાર્ડ બોર્ડ બૉક્સ, પંખા અને તાપમાન નિયંત્રકનો ઉપયોગ કરીને ઇન્ક્યુબેટર બનાવ્યું છે.
નોકરી ન મળતા ખેતી સાથે જોડાયો
આ અંગે અનિલે ETV Bharatને જણાવ્યું હતું કે, "મને અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી મળી નહીં, આથી મેં ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. મારા પિતા મશરૂમની ખેતી કરી રહ્યાં છે અને મેં પોલ્ટ્રી ફાર્મિગ કરવાનો નિર્ણય કર્યો છે." તે એક દિવસના ચિકનને તે 40 રૂપિયામાં વેચી રહ્યો છે. જ્યારે 15 થી 20 દિવસના ચિકનને તે 100 થી 150 રૂપિયામાં વેચી રહ્યો છે. જ્યારે ઇંડા તે 15 રૂપિયામાં વેચી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 60થી વધારે ખેડૂતોને ઇન્ક્યૂબેટર વેચ્યા છે. અનિલના પિતા સ્વામી ગૌડા પોતાના દિકરાના કામને સંપૂર્ણ સમર્થન આપી રહ્યાં છે તેમણે 1 એકરથી વધારે જમીન પર ખેતી રહ્યાં છે. અનીલ તે જ જમીન પર મશરૂમની ખેતી કરી રહ્યો છે અને સારી ઉપજ પણ મેળવી રહ્યો છે. અનિલે મશરૂમની 150 થી 200 બેગની ખેતી કરી રહ્યો છે. શરૂઆતમાં તેને બજાર ન હતું મળ્યું પણ હવે તે સીધા ખેડૂતોને મશરૂમ વેચી રહ્યાં છે અને તેમને સારા પૈસા પણ મળી રહ્યાં છે.