ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં ઓક્સિજન અને કોરોનાના દર્દીઓ વચ્ચે ઉભી થઈ રાજનીતિની દિવાલ

દિલ્હીમાં કોરોનાના દર્દીઓમાં સતત વધી રહ્યા છે. ત્યારે અહીં ઓક્સિજન અને કોરોનાના દર્દીઓના શ્વાસ વચ્ચે રાજનીતિની દિવાલ ઉભી થઈ ગઈ છે. બીજી તરફ કોરોનાના કારણે દિલ્હીમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને આડેહાથ લીધી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, સરકાર સ્પષ્ટ જણાવે કે આ સ્થિતિને બદલી શકશે કે નહીં. દેશની રાજધાની દિલ્હીમાં આ સ્થિતિ સર્જાઈ જ કઈ રીતે.

દિલ્હીમાં ઓક્સિજન અને કોરોનાના દર્દીઓ વચ્ચે ઊભી થઈ રાજનીતિની દિવાલ
દિલ્હીમાં ઓક્સિજન અને કોરોનાના દર્દીઓ વચ્ચે ઊભી થઈ રાજનીતિની દિવાલ

By

Published : Apr 28, 2021, 10:48 AM IST

  • દિલ્હીમાં કોરોનાના દર્દીઓની મુશ્કેલી વધી
  • કોરોનાના દર્દીઓ માટે સર્જાઈ અવ્યવસ્થા
  • દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારનો ઉધડો લીધો

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના કારણે સર્જાયેલી અવ્યવસ્થા તો જગજાહેર છે. દિલ્હીમાં કોરોનાના દર્દીઓઓ સારવાર અને સંસાધનોની અછતથી પીડાઈ રહ્યા છે. આ તમામની પાછળ સરકારની બેદરકારી જવાબદાર છે. દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે હવે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો છે.

આ પણ વાંચોઃકેજરીવાલને હાઈકોર્ટેની ફટકાર, કહ્યું- તમે સ્થિતિ સંભાળી શકતા ન હોય તો કહો, અમે કેન્દ્રને જવાબદારી આપશું

શરૂઆતી તબક્કામાં કેન્દ્ર સરકારે દિલ્હી પર ધ્યાન ન આપ્યું

દિલ્હીમાં એક તરફ કોરોનાની સ્થિતિ કથળી રહી છે તો બીજી તરફ ઓક્સિજન અને કોરોનાના દર્દીઓની વચ્ચે રાજનીતિની દિવાલ ઉભી થઈ છે. કેન્દ્ર સરકારે પણ શરૂઆતના તબક્કામાં દિલ્હીને વધારે સહાયતા નહતી પહોંચાડી અને હસ્તક્ષેપ પણ નહતો કર્યો, જેનું પરિણામ લોકોએ ભોગવવું પડી રહ્યું છે. કોર્ટના હસ્તક્ષેપ પછી દિલ્હી સરકાર વિદેશથી ઓક્સિજનનો પૂરવઠો મગાવવાની તૈયારી કરી રહી છે. આ સાથે જ અન્ય દેશો પાસેથી પણ દિલ્હીની સરકારે મદદ માગી છે.

આ પણ વાંચોઃડીસામાં ઓક્સિજનની અછત સર્જાતા ડૉક્ટર્સ બન્યા લાચાર

કેન્દ્ર સરકારે વર્ષ 2020માં દિલ્હી સરકારને ચેતવણી આપી હતી

વર્ષ 2020માં પણ કેન્દ્ર સરકાર દ્વારા સમયસર દિલ્હી સરકારને ચેતવણી આપવામાં આવી હતી. આ સાથે જ 8 ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે PM કેર્સ ફંડથી ફંડ પણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ આમાંથી માત્ર 1 ઓક્સિજન પ્લાન્ટ જ તૈયાર થઈ શક્યો છે. આ બુરાડી હોસ્પિટલના કૌશિક એન્ક્લેવમાં 17 માર્ચે બનીને તૈયાર થયો હતો.

રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સ પણ ન બનાવી

કોર્ટે કહ્યું હતું કે, જો સિલિન્ડર હોસ્પિટલ્સને નથી મળતા અને આ રીતે બ્લેક માર્કેટિંગ થતી રહી તો કોર્ટે સમજશે કે, આ વ્યવસ્થા પર રાજ્ય સરકારની સહમતી છે. રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સ અને નોડલ અધિકારીઓ માટે પણ ગાઈડલાઈન તૈયાર કરવાનું કહ્યું હતું, પરંતુ રાજ્ય તરફથી કોઈ ટાસ્ક ફોર્સ બનાવવામાં નહતી આવી. જો નોડલ અધિકારી તહેનાત પણ કરવામાં આવ્યા તો મોટા ભાગના હોસ્પિટલ્સની ફરિયાદ છે કે, ઓક્સિજન પૂર્ણ થવાથી નોડલ અધિકારી હોસ્પિટલ્સની સાથે કોઈ મોનિટરિંગ નથી કરી રહ્યા અને તેઓ ફોન પણ નથી ઉઠાવતા.

ABOUT THE AUTHOR

...view details