ગુજરાત

gujarat

ETV Bharat / bharat

A training aircraft crashed in Pune : મહારાષ્ટ્રના પૂણેમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, બે લોકો ઇજાગ્રસ્ત - A training aircraft crashed in Pune

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક ટ્ર્નિંગ વિમાન ક્રેશ થયું છે. અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. આ અકસ્માતમાં પાયલોટ સહિત બે લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2023, 10:27 AM IST

પુણે : મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ગોજુબાવી ગામ પાસે તાલીમ સત્ર દરમિયાન એક ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ અને તેના ટ્રેનર બંને ઘાયલ થયા હતા. બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાના કારણો જાણી શકાયા નથી. પુણે ગ્રામીણ પોલીસ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી છે. ચાર દિવસમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે.

ટ્રેનિંગ દરમિયાન બની ઘટના : મળતી માહિતી મુજબ, વિમાન બારામતી તાલુકાના ગોજુબાવી ગામ પાસે સવારે લગભગ 8 વાગ્યે ક્રેશ થયું હતું. આ વિમાન રેડબર્ડ ફ્લાઇટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું હતું. આ પહેલા 19 ઓક્ટોબરે પુણે જિલ્લાના એક ગામમાં એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. તેમાં બે લોકો હતા. પ્લેનના પાયલટ અને પ્લેનમાં સવાર અન્ય એક વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ટ્રેનર થયા ઇજાગ્રસ્ત : બંને વ્યક્તિઓને કેટલી ઈજાઓ થઈ તે જાણી શકાયું નથી. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્લેન પ્રાઈવેટ ટ્રેનિંગ માટે ટેકઓફ થયું હતું. તે કેટલીક પાયલટ તાલીમ સંસ્થા સાથે સંબંધિત હતી. આ પહેલા 25 જુલાઈ, 2022ના રોજ પુણેમાં સિંગલ-સીટ ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. જેમાં સવાર એક મહિલા પાયલોટ ઘાયલ થઈ હતી. પાઈલટને સામાન્ય ઈજા થઈ હતી. પ્લેન એક ખેતરમાં ક્રેશ થયું હતું. બારામતીમાં કાર્વર એવિએશન દ્વારા એક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. એરક્રાફ્ટ ટ્રેનિંગ સાથે જોડાયેલા એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રેનિંગ એરક્રાફ્ટનું ક્રેશ થવું એ મોટી વાત નથી. આમાં, વિમાન ઉડાડનારા લોકો ફ્રેશર છે.

  1. Death from heart attack : કોરોના કરતા પણ ભયંકર સાબિત થયો રહ્યો છે હાર્ટઅટેક, રાજકોટમાં 3 લોકોના થયા મોત
  2. INDIA In Earthquake : દેશમાં અનેક સ્થળો પર ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો તેની તીવ્રતા વિશે...

ABOUT THE AUTHOR

...view details