- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34,973 કેસ નોંધાયા
- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 260 લોકોના મોત થયા
- રાહતની વાત એ છે કે, 37,681 લોકો કોરોનાથી સાજા થયા છે
હૈદરાબાદઃ દેશભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે આજે સવારે આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાના નવા કેસ જાહેર કર્યા છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34,973 કેસ નોંધાયા છે. જ્યારે 260 લોકોના મોત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે, 37,681 લોકો કોરોનાથી સાજા થયા છે.
કોરોનાના કુલ કેસ
દેશમાં અત્યાર સુધી કુલ 3 કરોડ 31 લાખ 74 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે 4 લાખ 42 હજાર 9 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 3 કરોડ 23 લાખ 42 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 4 લાખથી ઓછી છે. તો કુલ 3 લાખ 90 હજાર 646 લોકો હજી પણ કોરોનાથી સંક્રમિત છે.
આ પણ વાંચો-રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 થી પણ ઓછા કેસ, 5.80 લાખથી વધુ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા
દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિ
કોરોનાના કુલ કેસઃ 3,31,74,954