ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુરૂગ્રામમાં 3 માળની ઈમારત ધરાશાયી, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ - three-storey building collapsed in Gurugram's Khawaspur area

ગુરૂગ્રામના ખવસપુર વિસ્તારમાં રવિવારે સાંજના સમયે એક 3 માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઈમારતમાં 3થી 4 લોકો દટાયા હોવાનું ગુરૂગ્રામના ડેપ્યુટી પોલીસ કમિશનર રાજિવ દેશવાલે જણાવ્યું હતું. હાલમાં પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ગુરૂગ્રામમાં 3 માળની ઈમારત ધરાશાયી, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
ગુરૂગ્રામમાં 3 માળની ઈમારત ધરાશાયી, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

By

Published : Jul 18, 2021, 10:20 PM IST

  • ગુરુગ્રામમાં ધરાશાયી થઈ 3 માળની ઈમારત
  • ઈમારતમાં 3થી 4 લોકો દટાયા હોવાની આશંકા
  • પોલીસ અને ફાયર બ્રિગેડે શરૂ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન

ન્યૂઝ ડેસ્ક : રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ગુરૂગ્રામના ખવસપુર વિસ્તારમાં આવેલી એક 3 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઈમારતમાં અંદાજે 3થી 4 લોકો દટાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પોલીસ અને ફાયર બ્રિગેડે થરૂ કર્યુ રેસ્ક્યૂ ઓપરેશન

ગુરૂગ્રામના ડેપ્યુટી પોલીસ કમિશનર રાજિવ દેશવાલે જણાવ્યું હતું કે, ઈમારતના સિક્યુરિટી ગાર્ડના કહેવા મુજબ તેમાં અંદાજે 3થી 4 લોકો હાજર હતા. હાલમાં પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને દટાયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details