મુંબઈ એરપોર્ટ પર ધમકીભર્યો ઈમેલ આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
મુંબઈ એરપોર્ટ પર ધમકીનો ઈમેલ (Threatening email at Mumbai airport) આવ્યા બાદ આ ઈમેલ કોણે કર્યો અને શા માટે કરવામાં આવ્યો તેની સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. આ ફ્લાઈટ રાત્રે મુંબઈથી અમદાવાદ જવાની હતી. ઈમેલ આવ્યા પછી ચેક કર્યું, પરંતુ ફ્લાઈટમાં કંઈ મળ્યું નહોતું.
મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર ધમકીભર્યો ઈમેલ (Threatening email at Mumbai airport) મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનું કહેવાય છે. શનિવારે રાત્રે (1 ઓક્ટોબર) મુંબઈ એરપોર્ટ પર એક ઈમેલ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ઈન્ડિગોની ફ્લાઈટનંબર 6E 6045માં બોમ્બ (Rumors of Bomb in Indigo flight) મૂકવામાં આવ્યો છે. આ ફ્લાઈટ રાત્રે મુંબઈથી અમદાવાદ જવાની હતી. ઈમેલ આવ્યા પછી ચેક કર્યું, પરંતુ ફ્લાઈટમાં કંઈ મળ્યું નહોતું. બોમ્બની અફવાને પગલે મોડી રાત્રે ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડી હતી. આ ઈમેલ કોણે અને શા માટે કર્યો તેની સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.