ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુમાં સ્થાનિક બાબતોનો અભ્યાસ કરવા સંસદની સ્થાયી સમિતિએ જમ્મુની મુલાકાત લીધી - સાંસદ આનંદ શર્મા

ગૃહ મામલાની એક પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ કમિટીએ જમ્મુમાં તંત્ર, વિકાસ અને લોકકલ્યાણ પર અધ્યયન યાત્રા દરમિયાન FTR મુખ્યમથક BSF જમ્મુ અને BOP મકવાલની મુલાકાત કરી હતી. આ 18 સભ્યવાળી સંસદીય સમિતિનું નેતૃત્ત્વ ચેરમેન સાંસદ આનંદ શર્માએ કર્યું હતું.

જમ્મુમાં સ્થાનિક બાબતોનો અભ્યાસ કરવા સંસદની સ્થાયી સમિતિએ જમ્મુની મુલાકાત લીધી
જમ્મુમાં સ્થાનિક બાબતોનો અભ્યાસ કરવા સંસદની સ્થાયી સમિતિએ જમ્મુની મુલાકાત લીધી

By

Published : Aug 21, 2021, 2:22 PM IST

  • સંસદની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીએ જમ્મુની મુલાકાત લીધી
  • કમિટીએ જમ્મુમાં તંત્ર, વિકાસ અને લોક કલ્યાણ પર અધ્યયન યાત્રાના ભાગરૂપે લીધી મુલાકાત
  • આ 18 સભ્યોવાળી સંસદીય સમિતિનું નેતૃત્ત્વ ચેરમેન સાંસદ આનંદ શર્માએ કર્યું હતું

નવી દિલ્હીઃ ગૃહ મામલાની પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ કમિટીએ જમ્મુમાં તંત્ર, વિકાસ અને લોક કલ્યાણ પર અધ્યયન યાત્રાના એક ભાગરૂપે FTR મુખ્ય મથક BSF જમ્મુ અને BOP મકવાલની મુલાકાત લીધી હતી. આ 18 સભ્યોવાળી સંસદીય સમિતિનું નેતૃત્ત્વ ચેરમેન સાંસદ આનંદ શર્માએ કર્યું હતું. સંસદીય સમિતિની આજે જમ્મુ એરપોર્ટ પર સુરેન્દ્ર પવાર, IPS, SDG, BSF અને N S જામવાલ, IG BSF જમ્મુએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સમિતિના સભ્યોએ BSF BOP મકવાલની મુલાકાત કરી હતી, જ્યાં તેમને વિવિધ સીમા વર્ચસ્વ પાસાઓને બતાવવામાં આવ્યા હતા.

કમિટીએ જમ્મુમાં તંત્ર, વિકાસ અને લોક કલ્યાણ પર અધ્યયન યાત્રાના ભાગરૂપે લીધી મુલાકાત

આ પણ વાંચો-જમ્મુ -કશ્મીર: CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો, એક જવાન ઇજાગ્રસ્ત

સમિતિના સભ્યોએ વિવિધ અભ્યાસોને જોયા

સમિતિના સભ્યોએ બોર્ડર મેનેજમેન્ટ, સીમા પ્રભુત્ત્વ અને દેખરેખનું પ્રદર્શન કરતા BOPમાં વિવિધ અભ્યાસોને જોયા હતા. સભ્યોએ BSF અધિકારીઓ અને સૈનિકોની સાથે વાતચીત કરી અને BSFની કામકાજી પરિસ્થિતિઓ અને BOP પર તહેનાત BSF સૈનિકોની સામે આવનારા પડકારનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.

આ પણ વાંચો-પુલવામા એન્કાઉન્ટરમાં 3 જૈશ આતંકીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ

સંસદીય સમિતિના સભ્યોને ગાર્ડ ઓફ ઓનર અપાયું

N S જામવાલ, IG બીએસએફ અને કમાન્ડન્ટ BSFએ પણ સમિતિના સભ્યોને બોર્ડરના પડકાર અને ત્યાં BSF સૈનિકોની સામે આવનારી કઠિનાઈઓ અંગે જાણકારી આપી હતી. સભ્યોએ સ્થાનિક સરહદી ગ્રામજનોની સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ સંસદીય સમિતિના સભ્યોએ BSF મુખ્ય મથક પલૌરાની મુલાકાત કરી હતી, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

ઉચ્ચ અધિકારીઓએ સંસદીય સમિતિના સભ્યોને વિસ્તૃત માહિતી આપી

પ્રતિનિધિમંડળનું સ્વાગત સરહદના મુખ્ય મથક BSF પલૌરા કેમ્પ જમ્મુના સંમેલન હોલમાં એસ પંવાર, IPS, SDG બીએસએફે કર્યું હતું. N S જામવાલ, IGએ જમ્મુ આઈબી પર સીમા સુરક્ષા અને પ્રભુત્વના તમામ મહત્ત્વપૂર્ણ પાસાઓને શામેલ કરતા સંસદીય સમિતિના સભ્યોને એક વિસ્તૃત પ્રસ્તુતિ આપી હતી. તેમણે જમ્મુ IBની સામાન્ય સુરક્ષા પરિદ્રશ્યનું વર્ણન કર્યું હતું, જેમાં BSF એકમોની તહેનાતી પેટર્ન અને સંપૂર્ણ જમ્મુ આઈબી પર તેમના મજબૂત વર્ચસ્વના પાસાઓને સામેલ કરવામાં આવ્યા છે.

સંસદિય સમિતિને બોર્ડર પરના ખતરા અંગે જણાવાયું

તે દરમિયાન તેમણે સંસદીય સમિતિને જમ્મુ IB પર BSF દ્વારા સામનો કરવામાં આવતા ખતરા અંગે પણ જણાવ્યું હતું, જેમાં ટનલિંગ, તસ્કરી, પાક સૈનિકો દ્વારા ફાયરિંગ સ્ટેન્ડ શામેલ છે. સીમા પારથી ભારતીય ક્ષેત્રમાં હથિયારો, નશીલા પદાર્થોની તસ્કરીને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાની ડ્રોન દ્વારા ઉત્પન્ન ડ્રોન ખતરા પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો.

સીમાના પાયાના ઢાંચાની ઝલક પણ આપી

સમિતિને વરસાદની ઋતુ, ધુમ્મસ અને ઉંચાઈથી સંબંધિત સમસ્યાઓના કારણે BSFના જવાનોની સામે આવનારા પડકારથી અવગત કરાવવામાં આવ્યા છે. BOP/FDPને રસ્તા સંપર્કની આવશ્યકતા, 24 કલાક વિજળી અવિરત આપૂર્તિ અને સ્વચ્છ પાઈપ પેયજલ જેવા વિવિધ પાસાઓને સામેલ કરતા BSF સીમા પાયાના ઢાંચાની એક ઝલક પણ આપી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details