ચિક્કાબલ્લાપુર: ઉંદરોથી કંટાળેલી (Issue of Rats) ચિક્કાબલ્લાપુર જિલ્લાની (Chikkaballapura Karnataka) ગૌરીબીદાનૂર પોલીસે બિલાડીઓને (Rearing Two Cats in Police Station) ઉછેરવાનો વિચાર કર્યો છે. ઉંદરો પોલીસ સ્ટેશનમાં દસ્તાવેજોનો નાશ કરી રહ્યા છે. તેથી પોલીસ બિલાડીઓને ઉછેરવાનું શરૂ કરી દીધુ છે. કર્ણાટકના એક પોલીસ સ્ટેશનમાં ઉંદરની સમસ્યાને દૂર કરવા માટે હવે બે બિલાડીઓ પાળવામાં આવી છે.
એવું તે શું થયું કે,પોલીસ યુદ્ધના ધોરણે બિલાડીને પકડી ચોકીમાં લાવી - કર્ણાકટ પોલીસ બિલાડી
કોઈ માણસ રસ્તે રખડતા કૂતરાથી પરેશાન હોય, કોઈ મચ્છરથી પરેશાન તો કોઈ ગરોળી અને વંદાથી પરેશાન હોય છે. પણ પોલીસ (Karnataka Police) ક્યારેય કોઈ ઉંદરના ત્રાસથી પરેશાન હોય એવું સાંભળ્યું છે ખરા?આ ઘટના બની છે કર્ણાટક રાજ્યના ચિક્કાબલ્લાપુરમાં (Chikkaballapura Karnataka). જ્યાં પોલીસ સ્ટેશનમાં ઉંદરનો ત્રાસ (Issue of Rats) એટલો વધી ગયો હતો કે, ઉંદર મહત્ત્વના ડૉક્યુમેન્ટને ચાવી ગયા હતા. જેના કારણે પોલીસ પરેશાન થઈ હતી. પણ હવે પોલીસે એવો રસ્તો શોધ્યો કે એની જિલ્લાભરમાં વાહ વાહ થઈ રહી છે.
આ પણ વાંચોઃ52 વર્ષ પહેલા છૂટા-છેડા લિધેલ પતિ-પત્ની ફરી થયા એક, જાણો શું છે સમગ્ર ઘટના
પોલીસ સ્ટેશનમાં બિલાડીઃ બિલાડીઓને પોલીસ સ્ટેશનમાં લાવે એવી વધુ શક્યતા છે. પોલીસ સ્ટેશન જેવી સરકારી કચેરીમાં બિલાડી હોય તે ખૂબ જ દુર્લભ છે. જોકે, પોલીસ સત્તાવાળાઓએ ઉંદરોથી બચવા માટે બિલાડીઓને પાળવી પડી હતી. અગાઉ ઉંદરોના ત્રાસને કારણે મહત્વપૂર્ણ રેકોર્ડ ખવાઈ ગયા હતા. જેથી પોલીસને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તેથી તાજેતરમાં બે બિલાડીઓને સ્ટેશન પર લાવવામાં આવી છે અને હવે આ નવા અધિકારીના (બિલાડી) આગમનથી પોલીસનું કામ સરળ બન્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા ઉંદરની સંખ્યા હવે ઓછી થઈ ગઈ છે. આ કામગીરી માટે જિલ્લા પોલીસની તમામ જગ્યાએથી પ્રશંસા થઈ રહી છે.