- પોલીસ સ્ટેશન બન્યું મહિલા માટે ઘર
- 40 વર્ષ પહેલા અનાથ મહિલાને પોલીસે આપ્યો હતો આશ્રય
- પોલીસે માનવતાની મિસાલ કરી કાયમ
મેંગ્લોર: સામાન્ય રીતે લોકોને પોલીસ સ્ટેશન જવામાં સંકોચ થતો હોય છે પણ એક પોલીસ સ્ટેશન, મહિલા માટે આશ્રય સ્થાન બન્યું છે. પોલીસકર્મીઓ જ તેના પરીવારના સભ્ય બની ગયા છે. લગભગ ચાર દાયકા પહેલા કર્ણાટકના મેંગ્લોરના પોર્ટ પોલીસ અધિકારીને રેલવે સ્ટેશન પરથી એક મહિલા મળી આવી હતી ત્યારે આ મહિલાની ઉંમર 20 વર્ષની હતી. એક પોલીસ અધિકારી તેને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઇને આવ્યા હતાં કેમકે તે બોલી કે સાંભળી શકતી ન હતી. પોર્ટ પોલીસે આ મહિલાને આશ્રય આપવાનું નક્કી કર્યું અને તેને હોન્નામ્મા નામ આપ્યું.
પોલીસ સ્ટેશનનું કરે છે કામ
પોલીસે આ મહિલાનું ઘર અને માતા-પિતાને શોધવાના ઘણા પ્રયત્ન કર્યો પણ તમામ પ્રયત્ન નિષ્ફળ સાબિત થયા ત્યારે પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં જ આશ્રય આપીને તેમની પાસે પોલીસ સ્ટેશનના નાના-મોટા કામ કરાવવાનું નક્કી કર્યું હતું. હોન્નામ્મા પોલીસ સ્ટેશનમાં સાફસફાઇ સહિતના નાના મોટા કામ કરતી હતી. પોર્ટ પોલીસે તેના રહેવા માટે એક નાનકડા રૂમની વ્યવસ્થા કરી હતી, આ અંગે પોલિસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગોવિંદ રાજૂએ ETV ભારતને જણાવ્યું હતું કે 'હોન્નામ્મા અમારા પોલીસ સ્ટેશનમાં 40 વર્ષોથી કામ કરી રહી છે. તે પોલીસ સ્ટેશનના લગભગ તમામ કાર્યો કરે છે. પોલીસ અધિકારીઓ આવે અને જતા રહે છે પણ પણ હોન્નામ્મા આ પોલીસ સ્ટેશનની સ્થાયી સદસ્ય છે. તે આ પોલીસ સ્ટેશન અને તેના કામના સારી રીતે જાણે છે. તેઓ જાણે છે કે કઇ વસ્તુ ક્યાં મુકાય છે. તેઓ પાણી લાવવાનું, પાણીનો વાલ્વ ચાલુ બંધ કરવા જેવા કાર્યો નિયમિત રીતે કરે છે. '