લંડનઃ બ્રિટનમાં ખૂબ જ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતો દર્દી લગભગ દોઢ વર્ષથી કોરોના વાયરસથી સંક્રમિત હતો. વૈજ્ઞાનિકોએ આ માહિતી આપી છે. અત્યારે એ કહી શકાતું નથી કે શું આ સૌથી લાંબા સમયથીકોવિડ-19થી (Corona Virus) સંક્રમિત રહેવાનો મામલો છે કારણ કે, તમામ લોકોનું સંક્રમણ માટે પરીક્ષણ કરવામાં આવ્યું નથી. ગાયજ અને સેન્ટ થોમસમાં NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના સંક્રમણ રોગ નિષ્ણાત ડો. લ્યુક બ્લેગડોન સ્નેલે જણાવ્યું હતું કે, પરંતુ 505 દિવસમાં તે ચોક્કસપણે સૌથી લાંબો સંક્રમિત કેસ હોવાનું જણાય છે.
આ પણ વાંચો:ચીનમાં કોરોનાનો પ્રકોપઃ સંક્રમિત દર્દીઓનો રેકોર્ડ તુટ્યો, લોકો થયા ઘરમાં કેદ
2 દર્દીઓને 1 વર્ષથી હતો કોરોના વાયરસ : સ્નેલની ટીમ પોર્ટુગલમાં આ સપ્તાહના અંતમાં સંક્રમિત રોગોની મીટિંગમાં કોવિડ-19 થી સતત સંક્રમિત ઘણા કેસ રજૂ કરવાની યોજના ધરાવે છે. તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, લાંબા સમયથી સંક્રમિતગ્રસ્ત દર્દીઓમાં કયા પરિવર્તન થાય છે? અને નવા પ્રકારના સંક્રમિત ઉદભવે છે? આમાં ઓછામાં ઓછા 8 અઠવાડિયાથી સંક્રમિતગ્રસ્ત મળી આવેલા નવ દર્દીઓનો સમાવેશ થાય છે. અંગ પ્રત્યારોપણ, HIV, કેન્સર અથવા અન્ય રોગોની સારવારને કારણે તમામની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હતી. પુનરાવર્તિત પરીક્ષણો દર્શાવે છે કે તેઓ સરેરાશ 73 દિવસ સુધી સંક્રમિતગ્રસ્ત રહ્યા હતા. બે દર્દીઓને 1 વર્ષથી વધુ સમયથી કોરોના વાયરસ હતો.