- DDMAની બેઠકમાં લેવાશે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો
- કોરોનાની સ્થિતિ અંગેની બેઠકમાં થશે ચર્ચા વિચારણા
- સતત બીજા દિવસે 800થી વધુ નવા કોરોનાના કેસ નોંધાયા
આ પણ વાંચોઃઅમદાવાદમાં શનિ-રવિ બધા મોલ અને થિયટર્સ બંધ, કોરોના સંક્રમણ વધતા તંત્રએ લીધો નિર્ણય
નવી દિલ્હીઃ દિલ્હીમાં દિવસેને દિવસે કોરોના વધતો જાય છે. સોમવારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠક યોજાશે. DDMAની આ બેઠક 12.30 વાગ્યે યોજાશે, જેમાં કોરોના સંક્રમણને ઘટાડવા જેવા અનેક મુદ્દાઓ પર મહત્ત્વનો નિર્ણય થઈ શકે છે.
એક અઠવાડિયામાં 4,000થી વધારે નવા કેસ નોંધાયા
દિલ્હીમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. સતત બીજા દિવસે 800થી વધારે નવા કોરોના કેસ આવવાથી સંક્રમણનો દર સતત વધી રહ્યો છે. ગયા એક અઠવાડિયા દરમિયાન 4,000થી વધારે નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ રહી છે. આને ધ્યાનમાં જ રાખી DDMAની બેઠક બોલાવી છે.
આ પણ વાંચોઃવલસાડ જિલ્લામાં બે દિવસોમાં 19,050 લોકોએ કોરોનાની રસી લીધી
તહેવારોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાઈ શકે છે
DDMAની આ બેઠક સોમવારે બપોરે 12.30 વાગ્યે યોજાશે, જેમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન, મુખ્ય સચિવ વિજયદેવ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે. કોરોના અને આગામી તહેવારને ધ્યાનમાં રાખી આ બેઠકમાં કોઈક ઐતિહાસિક નિર્ણય લેવાઈ શકે છે.