મુંબઈઃનરીમાન પોઈન્ટ ખાતે આવેલી ટ્રાઈડેન્ટ હોટલ ઈમારતમાં રવિવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. હોટલના ઉપરના માળેથી ધુમાડો નીકળતા ભાગ દોડ મચી જવા પામી હતી. જેની જાણ ફાયરને કરતા તુરંત ફાયર બ્રિગેડે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. કેટલાક પ્રવાસીઓએ ફાઈવ સ્ટાર હોટલ ટ્રાઈડેન્ટના ઉપરના માળેથી ધુમાડો નીકળતો જોયો હતો. આ હોટેલ મરીન ડ્રાઇવ પર સ્થિત છે, જે મુંબઈના સૌથી લોકપ્રિય પ્રવાસી સ્થળોમાંનું એક છે.
ઉપરના માળેથી ધુમાડો આવી રહ્યો:શનિવારની રાત્રિએ ઘણા લોકો અહીં રાત્રિભોજન માટે આવે છે. જ્યારે ઘણા મુંબઈકર સવારમાં જોગિંગ કરવા માટે મરીન ડ્રાઈવ આવે છે. કેટલાક લોકોએ જોયું કે હોટેલ ટ્રાઇડેન્ટના ઉપરના માળેથી ધુમાડો આવી રહ્યો હતો. આ લોકોએ તરત જ હોટલ મેનેજમેન્ટને જાણ કરતાં મોટી દુર્ઘટના ટળી હતી. આગની માહિતી મળતા હોટલ પ્રશાસને ફાયર બ્રિગેડને બોલાવી હતી. જેથી કાબૂમાં લઈ શકાય. આગ લાગવાનું કારણ હજુ અસ્પષ્ટ છે.
વિધાન ભવન પણ આ વિસ્તારમાં: નરીમાન પોઈન્ટ મુંબઈનો પ્રતિષ્ઠિત વિસ્તાર માનવામાં આવે છે. કારણ કે, આ વિસ્તારમાં મહારાષ્ટ્રનું એક મંત્રાલય છે. વિધાન ભવન પણ આ વિસ્તારમાં છે. આ સાથે અનેક વહીવટી ઈમારતો પણ આ વિસ્તારમાં આવેલી છે. જેથી રાજ્યના ખૂણે-ખૂણેથી અધિકારીઓ, કર્મચારીઓ અને સામાન્ય લોકો અહીં આવે છે. તેની બાજુમાં જ મુંબઈનું પ્રખ્યાત સ્થળ મરીન ડ્રાઈવ છે. આથી આ વિસ્તારમાં હંમેશા નાગરિકોનો ધસારો રહે છે. અહીં ઘણી બધી ફાઈવ સ્ટાર હોટલ છે. તેમાંથી એક ટ્રાઇડેન્ટ એ ફેમસ 5 સ્ટાર હોટેલ છે.