કાનપુર:ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં રહેતા એક વેપારીને ત્રણ કિડની (A Man have 3 Kidneys) હોવાનો કિસ્સો સામે આવ્યો છે. લોકો તેને કુદરતનો કરિશ્મા કહી રહ્યા છે. ઈટીવી ઈન્ડિયાની ટીમે આ વ્યક્તિ સાથે ખાસ વાતચીત કરી હતી. આ વ્યક્તિનું નામ સુશીલ ગુપ્તા છે. તેમણે કહ્યું કે વર્ષ 2020માં તેણે ગાલ બ્લેડરના ઓપરેશન માટે અલ્ટ્રાસાઉન્ડ (Doctors Got Surprised) કરાવ્યું હતું, ત્યારે જ ત્રણ કિડની હોવાની વાત સામે (Shocking Case in Medical History) આવી હતી. થોડા મહિનાઓ પછી ફરીથી એક્સ રે (Kidneys Reports for Checkup) કરાવ્યો તો એક વ્યક્તિમાં ત્રણ કિડની હોવાનું સામે આવ્યું હતું.
સૃષ્ટિ સર્જક સામે સાયન્સ ફેઈલ, 3 કિડની સાથે જીવે છે સુશિલકુમાર આ પણ વાંચો: EDએ ઝારખંડમાં પાડ્યા દરોડા, નેતાઓના કરીબી સીએ પર તવાઇ શરુ
શું કહે છે સુશિલ:52 વર્ષીય સુશીલ કહે છે કે તેમણે અત્યાર સુધી કોઈ સમસ્યાનો સામનો કર્યો નથી. તે પોતાનું જીવન સામાન્ય રીતે જીવી રહ્યો છે. કિડની વિશે ક્યારેય કોઈ ડૉક્ટરની સલાહ લીધી નથી. ઉપરવાળાની એમના પર વિશેષકૃપા રહી છે. કદાચ આ જ કારણ છે કે તેમને ત્રણ કિડની મળી છે. તેમણે કહ્યું કે તેને અત્યાર સુધી કિડનીમાં કોઈ સમસ્યા થઈ નથી.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં સ્મૃતિવન સહિત અનેક વિકાસકામોનું કરશે લોકાર્પણ
નેત્રદાન કરવું છે:ચક્ષુદાનનો સંકલ્પ લેનાર સુશીલ ગુપ્તા કહે છે કે ભલે તેણે આંખોનું દાન કરવાનો સંકલ્પ લીધો છે. પરંતુ જો કોઈને કિડનીની જરૂર હોય તો તે પાછળ હટશે નહીં. ચોક્કસપણે તેને મદદ કરશે. મૃત્યુ બાદ અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તે ત્રણ કિડનીને દૈવી આશીર્વાદ કહી રહ્યો છે અને ભગવાનનો આભાર માનતા થાકતો નથી.