- જમ્મુ-કાશ્મીરના શોપિયામાં બે આતંકી ઠાર મરાયા
- મંગળવારે સુરક્ષા દળોને મળી મોટી સફળતા
- કુટપોરા વિસ્તારમાં છુપાયા હતા આતંકવાદીઓ
જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓએ પોતાને ઘેરાયેલા જોતા તેમનો પરસેવો છૂટી ગયો હતો. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જ્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીને ઠાર માર્યા છે. અત્યાર સુધી મરેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. પોલીસના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું કે, આ આતંકવાદીઓને પહેલા આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે ના પાડી દીધી અને અમારી ઉપર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
250થી 300 આતંકવાદી ઘુસણખોરીની તૈયારીમાં
કાશ્મીર ઘાટીમાં એલઓસીના સામા છેડે પાકિસ્તાનમાં આતંકવાદીઓના લોન્ચિંગ પેડ ફરી સક્રિય થઈ ગયા છે. લગભગ 300 આતંકવાદીઓ ઘુસણખોરી કરવા માટે તૈયારીમાં છે. ભારતીય ગુપ્ત એજન્સીઓને મળેલા ઈનપુટ્સ અનુસાર, પાકિસ્તાનમાં બેઠેલા આકાઓએ પોતાના આતંકવાદી કમાન્ડરોને સૂચન આપી દીધા છે કે, હિમવર્ષા દરમિયાન ઘુસણખોરીના પાસ બંધ થાય તે પહેલા આતંકવાદીઓએ ઘાટીમાં મોકલવાના પ્રયત્નોમાં વધારો કરવામાં આવે.