- કન્નડિગા યુવાન બન્યો બ્રિટીશ સૈનિક
- ગોવાના બીચ પર વેંચતો મગફળી
- બ્રિટિશ દંપતીએ લીધો હતો દત્તક
કર્ણાટક: કોપ્પાલ જિલ્લાના નાના ગામના એક યુવાનની આ રીઅલ લાઇફ સ્ટોરી કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી. કોપ્પાલ જિલ્લાના શાહપુર ગામમાં જન્મેલો ગોપી હવે બ્રિટીશ આર્મીમાં સૈનિક છે. ગૌરવની વાત છે કે, કન્નડિગા બ્રિટીશ આર્મીમાં સૈનિક બન્યો છે. જો કે તેની પાસે યુકેની નાગરિકતા છે પરંતુ તેને પોતાની માતૃભૂમિ સાથે પ્રેમ છે. આ એક મગફળી વેચતા છોકરાની બ્રિટીશ સૈનિક બનવાની પ્રેરણાદાયી વાર્તા છે.
શાહપુરના સાધારણ પરિવારમાં થયો હતો જન્મ
ગોપાલનો જન્મ કર્ણાટકના કોપ્પલ જિલ્લાના શાહપુર નામના ગામમાં સરળ પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાં થયો હતો. ગોપાલ યેલપ્પા, વાકોડે અને ફકીરાવ્વાના પાંચ બાળકોમાં સૌથી નાનો છે. ગરીબીને કારણે આ પરિવાર રોજગારી માટે ગોવા ગયો હતો. દસ વર્ષનો ગોપાલ પણ ત્રણ બહેનો અને એક ભાઈ સાથે ગોવા ગયો હતો.
નાનપણમાં જ ગુમાવ્યા માતા-પિતા
ગોવા ગયા પછી થોડા જ સમયમાં ગોપાલે માતા-પિતા બંન્ને ગુમાવ્યા હતો. આ પછી ગોપાલે પોતાનું ગુજરાન ચલાવવા માટે ગોવાના બીચ પર મગફળી વેચવાનું શરુ કર્યુ હતુ. આ સમય દરમિયાન જ તેણે બ્રિટિશ ટૂરિસ્ટ કપલ બ્રિટ્સ કેરોલ અને કોલિન હેન્સનનું ધ્યાન પોતાની પરફ આકર્ષિત કર્યુ હતુ. જ્યારે દંપતીને તેની દુર્દશા વિશે જાણ થઈ ત્યારે તેઓએ તેની આર્થિક મદદ કરી હતી.
બ્રિટીશ દંપતીએ લીધો હતો દત્તક