છત્રપતિ સંભાજીનગર : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રવિવારે વહેલી સવારે હેન્ડ ગ્લવ્સ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગમાં છ લોકોનાં મોત થયાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર વલુજ MIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં સવારે લગભગ 2.15 વાગ્યે આગ લાગી હતી.
મોહન મુંગસેએ કહ્યું કે અમને સવારે 2:15 વાગ્યે ફોન આવ્યો હતો. અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આખી ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયર ઓફિસરે ANIને જણાવ્યું કે સ્થાનિક લોકોએ અમને જણાવ્યું કે અંદર છ લોકો ફસાયા છે. અમારા અધિકારીઓ અંદર ગયા અને છ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે. ફાયર વિભાગના અધિકારીઓએ બાદમાં આગની ઘટનામાં છ લોકોના મોતની પુષ્ટિ કરી હતી.
6 લોકોના મોત નિપજ્યા : કામદારોએ જણાવ્યું કે, જ્યારે આગ લાગી ત્યારે કંપની બંધ હતી અને તેઓ સૂતા હતા. એક કર્મચારીએ એએનઆઈને જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે બિલ્ડિંગની અંદર 10-15 કર્મચારીઓ સૂઈ રહ્યા હતા. કેટલાક લોકો ભાગવામાં સફળ રહ્યા હતા, પરંતુ પાંચ અંદર ફસાયા હતા. આ દરમિયાન આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
આગનું કારણ અકબંધ : એક પ્રત્યક્ષદર્શી મજૂર અનુસાર, પીડિત મજૂરોમાંથી કેટલાક બિહારના છે જ્યારે કેટલાક ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના છે. જેમાંથી બે જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. પરંતુ કંપનીમાં ફસાયેલા 6 લોકો ભલ્લા શેખ, કૌસર શેખ, ઈકબાલ શેખ, મગરુફ શેખ અને અન્ય બે લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ મદદનીશ પોલીસ કમિશનર અશોક થોરાટ, વાલજ MIDC પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને ફાયર વિભાગના કર્મચારીઓ આવી પહોંચ્યા હતા. લગભગ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
- ખેડાના કણજરી ગામમાં બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, જાણો શું છે સમગ્ર મામલો...
- વડોદરા હાલોલ રોડ ઉપર HPCLની ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 4 વ્યક્તિઓની અટકાયત