ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીલંકાથી ઘરે પરત ફરેલા હોટલના વ્યવસાયી શફી બનાવી રહ્યા છે પાપડ - પેટ્રોલના ભાવ આસમાને

શ્રીલંકામાં ખૂબ જ ભયાનક રીતે આર્થિક પરિસ્થિતિમાંથી (Sri Lanka Political Crisis) પસાર થઈ રહ્યું છે. જેને કારણે કેરળના હોટેલિયર અબ્દુલ્લા મોહમ્મદ શફી પોતાના વતન કસરાગોડ પરત ફર્યા છે. આ દરમિયાન, તેઓને રોજીરોટી કમાવવા માટે પાપડ બનાવવા પડી રહ્યા (economic instability In Shri lanka) છે.

શ્રીલંકાથી ઘરે પરત ફરેલા હોટલના વ્યવસાયી શફી બનાવી રહ્યા છે પાપડ
શ્રીલંકાથી ઘરે પરત ફરેલા હોટલના વ્યવસાયી શફી બનાવી રહ્યા છે પાપડ

By

Published : Jul 17, 2022, 7:02 AM IST

કાસરગોડ, કેરળ:આર્થિક અસ્થિરતાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે શ્રીલંકાના લોકો ઘણી સમસ્યાઓનો (Sri Lanka Political Crisis) સામનો કરી રહ્યા છે. આ સંજોગોનો સામનો કરીને શ્રીલંકાથી ભારતમાં કેરળ પહોંચેલા હોટેલિયર અબ્દુલ્લા મોહમ્મદ શફીએ ETV Bharat સાથે તેમના મંતવ્યો શેર કર્યા. તેણે કહ્યું કે, શ્રીલંકામાં ગેસ નથી, જ્યારે એક લીટર પેટ્રોલ મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી. પ્રજાના હાથમાં પૈસા નહોતા. હાલમાં તેને પાપડ વેચીને પરિવારનું ગુજરાન ચલાવવું પડે છે. (economic instability In Shri lanka)

આ પણ વાંચો :શ્રીલંકામાં સરકાર ફરાર, પ્રજાએ રાષ્ટ્રપતિ ભવનમાં જઈને જલસો કર્યો જુઓ વીડિયો

કાચા માલના ભાવ આસમાને :શફીએ કહ્યું કે, તે છેલ્લા 14 વર્ષથી શ્રીલંકામાં આરામદાયક જીવન જીવી રહ્યો હતો અને કોલંબોના ઉત્તર મધ્યમાં એક હોટેલ ચલાવતો હતો. પરંતુ માત્ર ત્રણ મહિનામાં જ બધું બદલાઈ ગયું અને આખરે તેને કાસરગોડમાં પોતાના પૈતૃક ઘરે ભાગીને આવવું પડ્યું હતું. તેમણે કહ્યું કે, શ્રીલંકામાં એલપીજી મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું, જેના કારણે અમારી રેસ્ટોરન્ટમાં આવનારા લોકોની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો. ત્યાં કાચા માલના ભાવ પણ આસમાને છે. આવી સ્થિતિમાં મારી પાસે રેસ્ટોરન્ટ બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

આ પણ વાંચો :શ્રીલંકાના PMનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- દેશમાં માત્ર એક દિવસનું પેટ્રોલ બચ્યું છે

શ્રીલંકામાં કેરળવાસીઓ પરેશાન :તેણે કહ્યું કે, તેણે એક મિત્ર સાથે મેડિકલ સ્ટોર શરૂ કર્યો, પરંતુ તે પણ ટકી શક્યો નહીં. હાલમાં, તે હવે કાસરગોડના ચેમ્માનાડમાં પાપડનો વ્યવસાય કરે છે. તે કહે છે કે, શ્રીલંકામાં તેના મિત્રો હજુ પણ તેને બોલાવે છે. તેમનું કહેવું છે કે, લંકામાં સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. ઘણા લોકોને રોજનું ભોજન મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેમણે કહ્યું કે, શ્રીલંકામાં ઘણા કેરળવાસીઓ છે અને બધા પીડિત છે.

ABOUT THE AUTHOR

...view details