ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એક હિન્દુ મહિલાએ દરગાહમાં કરી પૂજા, કહ્યું- "આ મોટી..." - કર્ણાટકના હુબલીમાં હિન્દુ મહિલા

કર્ણાટકમાંથી સાંપ્રદાયિક એકતાના દર્શન થયા છે. જ્યાં એક હિન્દુ મહિલા છેલ્લા 35 વર્ષથી દરગાહે દર્શન (Hubli Dargah Communal Equality)કરવા માટે જાય છે. તો એના પુત્રએ કહ્યું કે, અહીં દર વર્ષે બન્ને ધર્મના લોકો સાથે મળીને મેળા (Religion Fair in Hubli) કરે છે અને શાંતિથી ઉજવણી કરે છે. આ સામે સમાજમાંથી શાંતિ જાળવવા (Keep Peace in Community) પણ અપીલ કરી છે.

કર્ણાટકના હુબલીમાં એક હિન્દુ મહિલાએ દરગાહમાં જઈને પૂજા વિધિ કરી, કહી આ મોટી વાત
કર્ણાટકના હુબલીમાં એક હિન્દુ મહિલાએ દરગાહમાં જઈને પૂજા વિધિ કરી, કહી આ મોટી વાત

By

Published : May 14, 2022, 5:10 PM IST

હુબલી: કર્ણાટકના હુબલીમાં એક હિન્દુ મહિલાએ દરગાહમાં જઈને પૂજાવિધિ કરી છે. જેની એક તસવીર સોશિયલ મીડિયા થકી લોકોને સ્પર્શી રહી છે. એક દરગાહમાં પૂજા કરનારી આ મહિલા હિન્દુ છે જેનું નામ હનમાવ ગુંદુડી (Hanumavva Gudgandi) છે. જે કેશવપુરના હુબલીની રહેવાસી છે. અહીં દરગાહમાં પૂજા કરવી એ કોઈ એક દિવસની વાત નથી. છેલ્લા 62 વર્ષથી ગુડાગુંટી વંશ તરફથી રામનગરની દુદાપીર દરગાહમાં (Ramanagar Dood Peera Dargah) પૂજા થઈ રહી છે. મુસ્લિમ સમુદાયે પણ એમનું સારૂ એવું સમર્થન કર્યું છે. મોટાભાગે મસ્જિદ અને દરગાહમાં મુસ્લિમ સમુદાયના લોકો બંદગી કરતા હોય છે. હનુમાવ ગુંદુડી કહે છે કે, જ્યારે હું નાની હતી ત્યારે મારા માતા પિતાનું અવસાન થયું હતું. અત્યાર સુધીમાં અહીં કોઈ પ્રકારની મુશ્કેલીઓ વગર પૂજા અર્ચના (Karnataka Communal Harmony) થતી હતી.

આ પણ વાંચો:દેશમાં અઝાન-હનુમાન ચાલીસા વિવાદ વચ્ચે યુપીમાં 8 મુસ્લિમને હિન્દુ નામ આપવામાં આવ્યા

35 વર્ષથી પૂજા કરે છે મહિલા:એક તરફ જ્યાં હિન્દુ દરગાહમાં જઈને પ્રાર્થના કરે છે. તો બીજી બાજું મુસ્લિમ ભાઈએ નમાજ અદા કરે છે. અહીં તમામ પ્રકારના ધર્મ એક જ સ્વરમાં ચાલી ખુદાની પ્રાર્થના કરી રહ્યા છે. એટલું જ નહીં દર વર્ષે હિન્દુ અને મુસ્લિમ સાથે મળીને ઉરસ મનાવે છે. તાજેતરમાં જ દેશના કેટલાક રાજ્યમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે ઘર્ષણ થયું હોય એવી મોટી ઘટનાઓ બની છે. તો સાથોસાથ હિજાબનો મુદ્દો પણ વિવાદમાં રહ્યો હતો. જે છેલ્લે ધર્મ પર આવીને અટક્યો હતો. પણ આ ઘટનાથી સાંપ્રદાયિક સદ્ભાવનું ઉદાહરણ પુરૂ પાડી શકાય છે. હનમવાના દીકરા ગુરસિદ્દપ્પાએ કહ્યું કે, અમે અહીંયા કોઈ પ્રકારનો મતભેદ કે ભેદભાવ કર્યા વગર દરગાહમાં પૂજા કરીએ છીએ. હિન્દુ અને મુસ્લિમો ભેગા મળીને અહીં મેળો યોજે છે.

આ પણ વાંચો:મુસ્લિમ યુવકે અપનાવ્યો હિંદુ ધર્મ, વાંચો આમિરમાંથી અભય બનવાની કહાણી

સમાજમાં શાંતિની અપીલ કરી: બન્નેના ધર્મ પ્રસંગે સાથ સહકાર આપીને તહેવારની ઉજવણી કરીએ છીએ. મારી માતા અહીં છેલ્લા 35 વર્ષથી પૂજા કરવા માટે આવે છે. અહીં જૈન સમાજના કેટલાક યુવાનો પણ દર્શન કરવા માટે આવે છે. હનમવાના પિતાના અવસાન બાદ પણ તેમણે અહીં પૂજા અર્ચના કરવાનું યથાવત રાખ્યું છે. નમાજ અદા કરતા મુસ્લિમો અને પ્રાર્થના કરવા માટે આવતા હિન્દુઓ અહીંથી સમાજમાં શાંતિ જળવાઈ રહે એવી આપીલ કરે છે. કર્ણાકમાં આ ચિત્ર સામે આવતા સાંપ્રદાયિક સુસંગતતાના દર્શન થયા છે.

ABOUT THE AUTHOR

...view details