બાલાસોર: રેલ્વેપ્રધાન અશ્વિની વૈષ્ણવ શનિવારે સવારે ઓડિશાના બાલાસોરમાં અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ત્રણ ટ્રેનો અથડાતા 278 લોકોનાં મોત થયા હતા. લગભગ 900 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ટ્રેન દુર્ઘટનાની સમીક્ષા કરી કરી હતી. ઘટના સ્થળે પુરતી સુરક્ષા વ્યવસ્થા સાથે પહોંચીને તેમણે દરેક પાસાઓની તપાસ કરી હતી. આ સાથે રેલવે અધિકારીઓને ઝડપથી ટ્રેક પરથી કાટમાળ દૂર કરવા માટેના આદેશ આપ્યા હતા.
શું બોલ્યા પ્રધાનઃ''અમારું ધ્યાન બચાવ અને રાહત કામગીરી પર છે. જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી બાદ પુનઃસ્થાપન શરૂ થશે. વિગતવાર ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવશે અને રેલ સુરક્ષા કમિશનર પણ સ્વતંત્ર તપાસ કરશે'', રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. તે દરમિયાન, કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાને પણ પશ્ચિમ બંગાળમાં કોલકાતાની તેમની મુલાકાત ટૂંકી કરી હતી.
તપાસના આદેશ આપ્યાઃઓડિશાના બાલાસોર માટે રવાના થયા જ્યાં માલસામાનની ગાડી સાથે અથડાઈને પેસેન્જર ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે તેમણે શુક્રવારે રાત્રે પાટા પરથી ઉતરી જવાની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યા હતા.", વૈષ્ણવે જણાવ્યું હતું કે, અકસ્માત દુર્ભાગ્યપૂર્ણ હતો. ઘટનાની જાણ તેમના મંત્રાલય સુધી પહોંચતા તરત જ બચાવ કામગીરી શરૂ થઈ હતી."
પ્રવક્તાનું નિવેદનઃ"કેટલાક કોચ શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ ઓડિશાના બાલાસોરના બહાનાગા સ્ટેશન પાસે માલસામાન ટ્રેનને ટક્કર માર્યા બાદ પાટા પરથી ઊતરી ગઈ હતી.", "રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માના જણાવ્યા અનુસાર, અકસ્માત શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ થયો હતો.", "આશરે 7 વાગ્યે, 10-12 શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા બાલેશ્વર નજીક પાટા પરથી ઉતરી ગયા હતા. આ સામેના પાટા પર પડ્યા હતા.થોડા સમય પછી યશવંતપુરથી હાવડા જતી બીજી ટ્રેન તે પાટા પરથી ઉતરેલા કોચ સાથે અથડાઈ હતી. જેના પરિણામે તેના 3-4 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા.
- Balasore Train Accident: એન્જિન અથડાયા બાદ કોચને થઈ અસર, આ રીતે થયો અકસ્માત
- બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ ક્રેશ, 900 ઘાયલ, 278ના મોત, PMએ ટ્વિટ કર્યું