ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભોપાલમાં બાળકોના હોસ્પિટલમાં ભીષણ આગ, 4ના મોત, 36ને બચાવી લેવાયા - Hamidia Hospital Complex

ભોપાલની સરકારી કમલા નેહરુ ચિલ્ડ્રન હોસ્પિટલ(Kamala Nehru Children's Hospital)માં આગ લાગવાને કારણે ત્યાં દાખલ ચાર બાળકોના મોત થયા છે. આગ હોસ્પિટલના ત્રીજા માળે લાગી હતી, જ્યાં બાળકોનો વોર્ડ છે. આગ(Fire)ને કાબુમાં લેવામાં આવી છે. દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે સૂચના આપવામાં આવી છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગી હતી
મધ્યપ્રદેશના ભોપાલમાં કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગી હતી

By

Published : Nov 9, 2021, 7:07 AM IST

  • ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં ભયંકર આગ લાગી
  • આગ હોસ્પિટલના ત્રીજા માળે લાગી, ચાર બાળકોના મોત
  • હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસઃ મુખ્યપ્રધાન

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલી સરકારી કમલા નેહરુ ચિલ્ડ્રન હોસ્પિટલ (Hamidia Hospital Complex)માં સોમવારે રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર બાળકોના મોતની પુષ્ટિ થઈ છે. ત્યારે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે(CM Shivraj Singh Chauhan) દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કર્યું કે, હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ(Fire in the hospital's children ward) લાગવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં આગ લાગવાની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ આરોગ્ય અને તબીબી શિક્ષણ મોહમ્મદ સુલેમાન તપાસ કરશે.

હોસ્પિટલના બાળકોના વોર્ડમાં 40 બાળકો હતા

રાજ્યના તબીબી શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારંગે જણાવ્યું કે, કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં લાગેલી આગમાં મૃત્યુઆંક ચાર થઈ ગયો છે. ઘટના સમયે વોર્ડમાં 40 બાળકો હતા, જેમાંથી 36 સુરક્ષિત છે. દરેક મૃતકના માતા-પિતાને 4 લાખ રૂપિયાનું એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. હમીદિયા હોસ્પિટલ પરિસરમાં આગની માહિતી મળતા રાજ્યના તબીબી શિક્ષણપ્રધાન વિશ્વાસ સારંગ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આગ લાગ્યા બાદ હોસ્પિટલની બહાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિવારના સભ્યો તેમના બાળકોની શોધમાં હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. હંગામા વચ્ચે, એક બાળકના માતા-પિતાએ કહ્યું કે, હજુ સુધી તેમના બાળકની શોધ કરી શક્યા નથી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, કેટલાક માતા-પિતા તેમના બાળકો સાથે દોડતા જોવા મળ્યા હતા. બાળકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, બાળકોને બચાવવાને બદલે હોસ્પિટલનો સ્ટાફ સ્થળ પરથી ભાગી ગયો.

ફાયર બ્રિગેડની 8 થી 10 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી

ફતેહગઢ ફાયર સ્ટેશનના પ્રભારી ઝુબેર ખાને જણાવ્યું કે, સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે હોસ્પિટલ બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. બાળકોની હોસ્પિટલના એક રૂમમાં ધુમાડો ભરાઈ ગયો હતો. આગ લાગવાના કારણ વિશે હાલમાં કોઈ માહિતી નથી. જોકે, પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે.

કમલા નેહરુ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ એ ભોપાલની સરકારી હમીદિયા હોસ્પિટલનો એક ભાગ છે, જે રાજ્યના સૌથી મોટા તબીબી કેન્દ્રોમાંનું એક છે.

આ પણ વાંચોઃ અહેમદનગર જિલ્લા હોસ્પિટલના ICUમાં આગ, 11 કોરોના દર્દીઓના મોત, 6ની હાલત ગંભીર

આ પણ વાંચોઃ કાશ્મીરમાં પોલીસકર્મીની ગોળી મારીને હત્યા

ABOUT THE AUTHOR

...view details