ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બૈરાગી કેમ્પ વિસ્તારમાં ફરી એકવાર આગ ભભૂકી ઉઠી - FIRE INCIDENT

કુંભ મેળા વિસ્તારમાં આગની ઘટનાઓ એક પછી એક બનતી રહે છે. બૈરાગી કેમ્પ વિસ્તારમાં ફરી એકવાર આગ ભભૂકી ઉઠી છે. એવું કહેવામાં આવે છે કે આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી પરંતુ ઘણું નુકસાન થયું છે

બૈરાગી કેમ્પ વિસ્તારમાં ફરી એકવાર આગ ભભૂકી ઉઠી
બૈરાગી કેમ્પ વિસ્તારમાં ફરી એકવાર આગ ભભૂકી ઉઠી

By

Published : Apr 4, 2021, 6:52 PM IST

  • આગ કોઈ એક નશાખોર દ્વારા લગાવવામાં આવી
  • ઝૂપડાઓ આગમાં ખાક થયા
  • આગમાં લોકોને થયુ નુકસાન

હરિદ્વારઃ ઝૂંપડામાં લાગેલી આગને કારણે લોકોને ઘણું નુકસાન થયું છે. આ વિસ્તારમાં એક અઠવાડિયામાં બીજી વખત આગ લાગી છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ઝૂંપડામાં અચાનક આગ લાગી હતી, જેના કારણે ઘણી બધી ઝૂંપડીઓ બળીને ખાક થઈ ગઈ હતી અને તેમનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. સ્થાનિક રહેવાસીઓની ખરાબ હાલત છે પરંતુ આજદિન સુધી તેમને કોઈ વળતર મળ્યું નથી.

ઝૂપડાઓ આગમાં ખાક થયા

ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ફાયર વિભાગના CFO નરેન્દ્રસિંહે જણાવ્યું હતુ કે, ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ કોઈ એક નશાખોર દ્વારા લગાવવામાં આવી હતી. એક ઝૂંપડામાં આગ લાગી હતી અને આ વિસ્તારમાં ઘણા ઝૂંપડાઓ હતા. ભૂતકાળમાં અહીં આગ લાગી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમણએ ફાયર વિભાગના બે વાહનોને તે સ્થળ પર તૈનાત કર્યા હતા. તેમનું કહેવું છે કે જો અહીં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હોત તો ખૂબ મોટો અકસ્માત સર્જાયો હોત.

આગમાં લોકોને થયુ નુકસાન

આ પણ વાંચોઃ ધનબાદના નિરસી વિસ્તારના પાવર સ્ટેશનમાં લાગી ભીષણ આગ

આગ લાગ્યાની જાણકારી મળી હતીઃ બૈરાગી કેમ્પના સેક્ટર મેજિસ્ટ્રેટ પ્રત્યુષ

કુંભ મેળામાં બૈરાગી કેમ્પના સેક્ટર મેજિસ્ટ્રેટ પ્રત્યુષનું કહેવું છે કે તેમને જાણકારી હતી કે, બૈરાગી કેમ્પમાં કોલોનીમાં આગ લાગી હતી. આ અંગેની માહિતી મળતાની સાથે જ તેઓ ફાયર બ્રિગેડ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. જેમાં કોઈ જાનહાની થઈ નથી, તહસીલના અધિકારીઓ દ્વારા નુકસાન અંગે મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે તેમનો પ્રયાસ છે કે, આવી ઘટના આગળ ન બને અને આ માટે માહિતી પ્રણાલી દ્વારા આવી ઘટનાઓ પર વહેલી તકે નિયંત્રણ મેળવવામાં આવશે. આ ક્ષેત્રની તેમની ટીમો સતત આસપાસ ફરી ફરતી હતી અને આ ઘટના અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવે છે, આ પ્રકારની ઘટના પર તરત જ કામગીરી કરવામાં આવે છે, આ પહેલા પણ ઘટેલી ઘટના પર તેમની ટીમ ત્વરીત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને સમયસર કાબુમાં લેવામાં આવી હતી. કુંભના મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે.

ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

આ પણ વાંચોઃ ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ કાબૂની બહાર

થોડા દિવસો પહેલા ઝૂંપડીઓમાં આગ લાગી હતી

વહીવટી તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે બૈરાગી કેમ્પમાં કોઈપણ પ્રકારની આગની ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આગ લાગ્યાની જાણ થયાના લાંબા સમય બાદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જેના કારણે અનેક ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ હતી. થોડા દિવસો અગાઉ પણ ઝૂંપડીઓમાં લાગેલી આગનું વળતર હજુ સુધી લોકોને મળ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details