ઉત્તરપ્રદેશ : રાજધાની લખનઉના હઝરતગંજ મહાત્મા ગાંધી રોડ પર આવેલી હોટલ લેવાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી(A fire broke out in a hotel in Lewa Uttar Pradesh). આગની જાણકારી સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે( Rescue operation in Uttar Pradesh Levana Hotel). આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. બે લોકોમાં ભૂંજાઇ ગયા છે.
લખનૌની હોટલ આગમાં બેના મોત, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા - A fire broke out in a hotel in Lewa Uttar Pradesh
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના હઝરતગંજ વિસ્તારમાં આવેલી લેવીના હોટલમાં આગ લાગી હતી. હોટલમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. બે લોકોના મોત નિપજ્યા છે. 18 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સીએમ યોગીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. Uttar Pradesh Lucknow Hotel Fierce Fire, a fire broke out in a hotel in hazratganj, Rescue operation in Uttar Pradesh Levana Hotel, A fire broke out in a hotel in Lewa Uttar Pradesh

18 લોકોનું રેસક્યું કરાયું હઝરતગંજ મહાત્મા ગાંધી માર્ગ પર આવેલી હોટેલ લેવાના ત્રીજા માળે ભીષણ આગ લાગી હતી. સવારે સાડા આઠ વાગ્યે આગ લાગી હતી. હોટલમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. અત્યાર સુધીમાં 18 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ત્રીજા માળે લાગેલી આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો ચાલુ છે. સુરક્ષા માટે ચારથી પાંચ એમ્બ્યુલન્સ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ત્યાં જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
નેતાઓએ ધટનાનો તાગ મેળવ્યો મુખ્યપ્રઘાન યોગી આદિત્યનાથે લેવાના હોટલમાં લાગેલી આગની નોંધ લીધી છે. મુખ્યપ્રધાને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે.