- પૂણેના પીરંગુટ ખાતે કેમિકલ કંપનીમાં આગ લાગી
- આગ દુર્ઘટનામાં 18 લોકોના મોત
- PMRDA ફાયર વિભાગની 6 ગાડી ઘટના સ્થળે
મહારાષ્ટ્ર : પૂણે જિલ્લામાં આવેલા પીરંગુટમાં સોમવારના રોજ બપોરના સમયે એક કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આ આગ દુર્ઘટનામાં કુલ 18 લોકોના મોત થયા છે. કંપની બિલ્ડિંગમાં હજૂ પણ મજૂરો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. ફાયર વભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
PMRDA ફાયર વિભાગની 6 ગાડી ઘટના સ્થળે
PMRDA ( Pune Metropolitan Regional Development Authority )ના ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, SVS ટેક્નોલોજી નામની કંપનીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાલ ચાલુ છે, આ આગ પર કાબૂ મેળવવા માટે PMRDA ફાયર વિભાગની 6 ગાડી ઘટના સ્થળે છે.