ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની LNJP હોસ્પિટલમાં આગ લાગવાથી તમામ સામાન બળિને ખાખ - જયપ્રકાશ હોસ્પિટલ

દિલ્હીની(Delhi) લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી. સેમિનાર રૂમમાં લાગેલી આગમાં કોઈ ઘાયલ થયું નથી, પરંતુ ત્યાં રાખેલ તમામ સામાન બળિ ગયો છે.

દિલ્હીની LNJP હોસ્પિટલમાં આગ લાગવાથી તમામ સામાન બળિને ખાખ
દિલ્હીની LNJP હોસ્પિટલમાં આગ લાગવાથી તમામ સામાન બળિને ખાખ

By

Published : Oct 18, 2021, 11:41 AM IST

  • 6 ફાયર ફાયટરો આગને કાબુમાં લીધી
  • અડધા કલાકની તસ્દી બાદ આગ પર કાબુ મેળવ્યો
  • હોસ્પીટલના તમામ ઉપકરણ બળિને ભસ્મ

નવી દિલ્હી: લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ(Jayaprakash Hospital)ના ઇમરજન્સી વોર્ડમાં રવિવારે મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતા 6 ફાયર ફાયટરો(Firefighters) ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ આગને કાબૂમાં લીધી હતી. આગ એક સેમિનાર રૂમમાં લાગી હતી, જ્યાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસ આગ(Fire)ના કારણની તપાસ કરી રહી છે.

ચાર્જિંગ સામાન, બેટરી, ગાદલા બળિને રાખ

ફાયર ડિરેક્ટર અતુલ ગર્ગ(Fire Director Atul Garg)ના જણાવ્યા અનુસાર, ફાયર વિભાગ દ્વારા આગનો કોલ લગભગ 12.20 વાગ્યે આવ્યો હતો. આ કોલમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં આગ લાગી હતી. હોસ્પિટલમાં બોલાવવાના કારણે, છ વાહનોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાની જગ્યા પર ચાર્જિંગ સામાન, બેટરી, ગાદલા વગેરે રાખવામાં આવ્યા હતા. તે ગ્રાઉન્ડ ફ્લોર પર બાંધવામાં આવેલ એક સેમિનાર રૂમ હતો. ઘટના સમયે ત્યાં કોઈ હાજર નહોતું. એટલા માટે કોઈને તેની અસર થઈ નથી.

FIR નોંધવામાં આવી

પોલીસનું કહેવું છે કે, હાલમાં આ ઘટના અંગે FIR નોંધવામાં આવી છે. અહીં આગ કેવી રીતે લાગી તે જાણવા પ્રયાસો ચાલુ છે. આ માટે હોસ્પિટલ પ્રશાસનનું નિવેદન પણ નોંધવામાં આવી રહ્યું છે. આ સાથે, નિષ્ણાતો દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃમહેંદી ઉર્ફે હીના પેથાણીના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં Postmortem, પિતા કબજો લેવા પહોંચ્યાં

આ પણ વાંચોઃબાલ્કનીમાં રમતા જોડિયા બાળકો 25 માં માળેથી પડતા બન્નેના કરૂણ મોત

ABOUT THE AUTHOR

...view details