ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર સિનીયર ડોક્ટર સાથે થઈ મારપીટ - બોર્ડિંગ પાસ

દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટમાં એક સિનીયર ડોક્ટરની સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે જ્યા એક એરલાઇન્સના બે અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે.અત્યાર સુધી મળેલી જાણકાપી પ્રમાણે રવીવારે એરલાઇન્સના બોર્ડિંગ કાઉન્ટર સ્ટાફને જલ્દી બોર્ડિગ પાસ ઇસ્યૂ કરવા માટે મારપીટ થઇ હતી.

airport
દિલ્હી રાજીવ ગાંધી એરપોર્ટ પર સિનીયર ડોક્ટર સાથે થઈ મારપીટ

By

Published : Mar 31, 2021, 12:05 PM IST

Updated : Mar 31, 2021, 6:14 PM IST

  • દિલ્હીના રાજીવ ગાંધી એરપોર્ટ પર મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણુંક
  • બોર્ડિંગ પાસને થઇ બબાલ
  • એરલાઇન્સના 2 અધિકારીઓની કરવામાં આવી અટકાયત

નવી દિલ્હી: રાજધાનીના ઇન્દિરા ગાંધી એરપોર્ટમાં એક સિનીયર ડોક્ટરની સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે જ્યા એક એરલાઇન્સના 2 અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ, રવીવારે એરલાઇન્સમાં બોર્ડિંગ કાઉન્ટર પર સ્ટાફને જલ્દી બોર્ડિગ પાસ ઇસ્યૂ કરવાની બાબતે તુતુ-મેમે થઈ ગઈ હતી.

બે સ્ટાફ સદસ્યોએ કરી ડોક્ટર સાથે મારપીટ

ડો. ચારૂકાંતએ આરોપ લગાવ્યો કે એરલાઇન્સના કાઉન્ટર બેઠેલી મહિલા મોબાઇલમાં વ્યસ્ત હતી અને બોર્ડિંગ પાસ ઇસ્યૂ કરવા ગેરવર્તણુંક કરવા લાગી હતી અને ઉતાવળ કરવાને કારણે તેને લાઇનમાં જવા કહ્યું હતું. તેમણે કહ્યું કે એરલાઇન્સના 2 અન્ય સ્ટાફે તેમને પછાડીને મારામારી કરી હતી.

આ પણ વાંચો : દિલ્હીના મુખ્યપ્રધાને કોરોના વોરિયર ડો. જોગીન્દર ચૌધરીના પરિવારને 1 કરોડનો ચેક અર્પણ કર્યો

FIR નોંધવામાં આવી

ઘટના પછી ડોક્ટરએ એરપોર્ટ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પીડિત ડોક્ટર નોયડા સેક્ટર-52ના રહેવાસી છે. પોલીસે ડોક્ટરના નિવેદન પર કેસ નોંધ્યો છે અને બે સ્ટાફ સભ્યની અટકાયત કરી છે.કેસમાં DSP એરપોર્ટ રાજીવ રંજનએ જણાવ્યું હતું કે એરલાઇન્સના ડ્યુટી મનેજર અને ડ્યુટી ઓફિસરની અટકાયત કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે.

Last Updated : Mar 31, 2021, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details