ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખાડાના કારણે પુત્રનું થયું મોત, તો પરિવારે કર્યું કે

પહેલા ચોમાસાની ઋતુમાં જ રસ્તા પર ખાડાઓ પડ્તા હતા પરંતુ હવે આ પરેશાની આમ બની ગઈ છે. લોકોની પરેશાનીનો ઉકેલ પ્રશાસન નિકાળી શકતું નથી. પ્રશાસનની આ બેદરકારીની કીંમત લોકોની જીંદગી છે તેવું લાગી રહ્યું છે. આવી જ એક ધટના આંધ્રપ્રદેશમાં બની છે. આંધ્રપ્રદેશમાં રસ્તા પરના ખાડાને કારણે એક વ્યક્તિનું મોત (person died due to pothole) થયું છે. પ્રશાસનને શરમ આવે અને અન્ય કોઈ સાથે આવું ન થાય તે માટે પરિવારે પોતે જ તે ખાડો સિમેન્ટ અને બાલાસ્ટથી ભર્યો હતો.

પ્રશાસનનું કામ કરે છે જાહેર જનતા પરિવારના વ્યકિતનું મૃત્યુ થતા પૂર્યો ખાડો
પ્રશાસનનું કામ કરે છે જાહેર જનતા પરિવારના વ્યકિતનું મૃત્યુ થતા પૂર્યો ખાડો

By

Published : Aug 14, 2022, 8:18 PM IST

વિશાખાપટ્ટનમરસ્તા પર પડેલા ખાડાઓને કારણે દેશભરમાં દરરોજ સેંકડો મૃત્યુ થાય છે. આ ઉપરાંત જેમની સાથે દુ:ખદ અકસ્માત થાય છે, તેઓ શાંત રહીને ભૂલી જવાનો પ્રયાસ કરે છે. સુધારા માટે પગલાં ભરવાની હિંમત કરનારા બહુ ઓછા લોકો છે. આંધ્રપ્રદેશના એક પરિવારે આવા જ એક કેસમાં પોતાની જાતને ગુમાવવાના દુખ વચ્ચે પણ સરકાર અને પ્રશાસનને મોટો સંદેશ (Visakhapatnam Administration) આપ્યો છે.

આ પણ વાંચોનજીવી બાબતે શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો સારવાર દરમિયાન થયું મોત

ખાડામાં પડવાથી થયું મૃત્યુ આ પરિવારે પોતે જ તે રસ્તામાં ખાડા પૂર્યા, જેના કારણે તેમના પરિવારના સભ્ય આ દુનિયા છોડી ગયા. 4 ઓગસ્ટના રોજ વિશાખાપટ્ટનમના રહેવાસી રવવા સુબ્બારાવ ટુ-વ્હીલરમાં મુસાફરી કરી રહ્યા હતા. DRM ઓફિસથી રેલવે સ્ટેશન જતી વખતે વચ્ચેના રસ્તા પર ખાડાને કારણે તે પડી ગયો (Trouble caused by potholes) હતો. જેના કારણે સુબ્બારાવને માથામાં ગંભીર ઈજા થઈ હતી. બે દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર બાદ તેમણે દમ તોડી દીધો હતો. આ ઘટના બાદ અન્ય એક યુવક પણ આ જ ખાડામાં પડ્યો હતો અને તે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ પણ વાંચોઘટનાને અંજામ આપે તે પહેલા ચાર આતંકીઓની ધરપકડ કરાઇ

અધિકારીઓ પર રોષ સુબ્બારાવના જમાઈ વેંકટ રાવને આ જાણીને આશ્ચર્ય થયું અન્ય કોઈને જોખમ ન રહે તે હેતુથી તેણે જાતે જ પોતાના ખર્ચે સિમેન્ટ, રેતી અને કાંકરી લાવીને ખાડો પુરાવ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ અધિકારીઓ પર રોષ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details