- રાહુલ ગાંધીએ ટ્વીટર પર કર્યો હુમલો
- એક કંપની રાજનીતીનો વેપાર કરી રહી છે: રાહુલ ગાંધી
- કોંગ્રેસની ટ્વીટર સાથે વાતચીત
દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાના ટ્વીટર એકાઉન્ટ બ્લોક કરવા અંગે નિવેદન આપ્યું છે. રાહુલે કહ્યું કે મારુ એકાઉન્ટ કરવાથી મારા લાખો ફ્લોઅર્સનુ અપમાન થયું છે. તેમણે કહ્યું કે દેશમાં લોકતંત્ર ખતરામાં છે.
ઘણા નેતાઓના એકઉન્ટ બ્લોક
કોંગ્રેસે દાવો કર્યો છે કે માઇક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરે તેમની પાર્ટીના આધિકારીક ટ્વીટર એકાન્ટ અને પાર્ટીના 5000થી વધુ નેતાઓના ટ્વીટર એકાઉન્ટ બ્લોક કર્યા છે. કોંગ્રેસ મહાસચિવ રણદિપ સુરજેવાલ, કે.સી.વેણુગોપાલ, અજય માકન, લોકસભામા પાર્ટીના વ્હિપ મનિકમ ટૈગોરના ટ્વીટર એકાઉન્ટને લોક કરી દિધુ છે. આ બધા નેતાઓ પર ટ્વીટરના નિયમોના પાલનમાં ગડબડીનો આરોપ છે જેના કારણે ટ્વીટરે એકશન લીધુ છે.
ટ્વીટર સાથે વાત
આ મોટા નામ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવના ટ્વીટર એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યું છે. કોંગ્રેસના મુજબ 5000થી વધુ નેતાઓના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે પાર્ટીના એક વરિષ્ઠ સાંસદ ટ્વીટર સાથે આ મૃદ્દે વાત કરી રહ્યા છે અને કેસને જલ્દી ઠાળે પાડવાની માગ કરી રહ્યા છે. કોંગ્રેસે ટ્વીટરને પત્ર લખ્યો છે કે આ વિવાદને જલ્દી પૂરો કરવામાં આવે. કોંગેસે કહ્યું કે ટ્વીટર એકાઉન્ટ બંધ કરતા પહેલા તબક્કાવાર કાર્યવાહી કરવી જોઈએ. ટ્વીટરે પહેલા ચેતાવણી આપવી જોઈએ તે બાદ કોઈ પગલા ભરવા જોઈએ.