તેલંગાણા :તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં બન્યો છે. હૈદરાબાદથી ચિરા તરફ જઈ રહેલી 39 મુસાફરો ભરેલી ખાનગી બસમાં નાલગોંડા જિલ્લાના મેરીગુડા બાયપાસ રોડ પર અચાનક આગ લાગી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર બસમાં આગ લાગવાથી એક મુસાફર દાઝી ગયો હતો. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.
પેસેન્જર બસમાં આગ ભભૂકી :બસની અંદર આગ લાગવાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને અફરાતફરી મચી ગઈ હતી. જેના કારણ કે મુસાફરોએ ડ્રાઈવરને ચેતવ્યો અને બસમાંથી કૂદવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન બસને આગની લપેટમાં જતી જોઈ સ્થાનિક લોકો બચાવ કામગીરી શરૂ કરવા માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
1 મુસાફરનું મોત :આ અંગે એક અધિકારીએ માહિતી આપી હતી કે, આગમાં ઘણા મુસાફરો દાઝી જતા ઈજાઓ થઈ છે. ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે આગ ઓલવવામાં આવે ત્યાં સુધીમાં એક મુસાફરનું દાઝી જવાથી મોત થયું હતું. એવું માનવામાં આવે છે કે મુસાફર સૂઈ રહ્યો હોવાને કારણે બસમાંથી ઉતર્યો ન હતો અને તેનું મોત થયું હતું.
બસ બળીને ભડથું થઇ : મૃતક મુસાફર અને ઈજાગ્રસ્તોની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી. આગની ઘટનામાં બસ પણ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવી જોઈએ. આગના ભયાનક દ્રશ્યો યાદ કરતાં એક મુસાફરોએ કહ્યું કે, અમે ડ્રાઇવરને બસમાંથી નીકળતા ધુમાડા વિશે જણાવ્યું પરંતુ તેણે અમારી વાત પર ધ્યાન આપ્યું નહીં.
બસમાં આગ લાગવાનું કારણ ! એક મુસાફરે જણાવ્યું કે, થોડીવાર પછી આગ ફાટી નીકળી હતી. ડ્રાઈવરે બસ રોકી અને બધાને બહાર નીકળવા કહ્યું હતું. અમે બધા તરત જ જાગી ગયા અને બહાર નીકળ્યા હતા. બધા જાગી ગયા નહિંતર એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પોલીસ આગની ઘટનામાં કેસ નોંધીને અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. અકસ્માત શોર્ટ સર્કિટના કારણે થયો હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું હતું.
- આજે તમિલનાડુ-આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે વાવાઝોડું 'મિચોંગ', ચેન્નાઈ જળબંબોળ, 120થી વધુ ટ્રેનો રદ
- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હરકી પૈડી પહોંચ્યા, પિતાની અસ્થિ ગંગામાં વિસર્જીત કરી