જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. કહેવાય છે કે જિલ્લાના રામનગરના માજોડી વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી ગઇ હતી. આ દુર્ઘટનામાં ઘણા અનેક લોકો ઇજાગ્રસ્ત યા છે અને કેટલાકના મૃત્યું થઇ હોવાની સંભાવના સેવાઇ રહી છે. હાલ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરમાં બસ ખીણમાં ખાબકી, અનેક લોકોના મૃત્યુંની સંભાવના - A bus accident took place in Jammu and Kashmir
જમ્મુ કાશ્મીરના ઉધમપુર ખાતે 150 ફૂટ ઉંડી ખીણમાં બસ ખાબકી હતી(A bus accident took place in JK). આ અકસ્માતમાં અનેક લોકોના મૃત્યુંની સંભાવના સેવાઇ રહી છે.
![જમ્મુ કાશ્મીરમાં બસ ખીણમાં ખાબકી, અનેક લોકોના મૃત્યુંની સંભાવના જમ્મુ કાશ્મીરમાં બસ ખીણમાં ખાબકી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15763187-thumbnail-3x2-acc.jpg)
જમ્મુ કાશ્મીરમાં બસ ખીણમાં ખાબકી
અનેક લોકોના મૃત્યુંની સંભાવના - ઘટના વિશે જણાવવામાં આવ્યું છે કે, બસ રામનગરથી માજોડી જઈ રહી હતી, તે દરમિયાન બસ બેકાબૂ થઈને લગભગ 150 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. અકસ્માતમાં પાંચથી છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. હજુ સુધી, સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી કે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને રામનગરની ઉપજિલા હોસ્પિટલથી ઉધમપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
Last Updated : Jul 7, 2022, 6:44 PM IST