- ગંગા નદીમાં વચ્ચોવચ્ચ રેતીથી ભરેલી બોટ ડૂબી
- બોટમાં સવાર લોકોએ નદીમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો
- ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ
સારણઃ છપરાના ડોરીગંજ વિસ્તારથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કોઈના પણ રૂંવાળા ઉભા કરી શકે છે. ગંગામાં એક બોટ લોકોને લઈને જઈ રહી હતી. ત્યારે તે ડૂબી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે, તેજ પવન અને તોફાનના કારણે આ ઘટના બની હતી.
રેતીથી ભરેલી બોટ ગંગામાં ડૂબી
રેતીથી ભરેલી બોટની વચ્ચે ગંગામાં હાલકડોલક થતી બોટ ડૂબવા લાગી અને તેના પર સવાર દરેક વ્યક્તિ ગમે તે રીતે જીવ બચાવીને નદીમાં કૂદી ગયા હતા. જોકે, તેમની આસપાસથી પસાર થતી બોટના લોકોએ તેમનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના છપરા જિલ્લાના ડોરીગંજ ઘાટ પાસે થઈ છે.
આ પણ વાંચો-ખેડાના અંતિસરમાં તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મૃત્યું