- બાળકોની ઓનલાઈન ગેમ પડી રહી છે માબાપોને ભારી
- પાખંજુરમાં બાળકે 3 લાખની રકમ માતાના બેન્ક અકાઉન્ટમાંથી ઉડાવી
- ઓનલાઈન ગેમએ બાળકો માટે એક બિમારી
કાંકર: આજકાલ ઓનલાઇન ગેમ્સ બાળકોના મગજમાં ચડી ગઈ છે. કલાકો સુધી બાળકો આ રમતોમાં સમય વિતાવે છે. કોરોનાને કારણે શાળાઓ અને કોલેજો બંધ છે. ઓનલાઇન અભ્યાસને કારણે બાળકો વધુને વધુ ફોન અને કમ્પ્યુટર પર વિતાવતા હોય છે. કેટલીક વાર પરિવારજનો મોટી દુવિધાઓનો સામનો કરવો પડતો હોય છે. પાઠનજુરમાં એક શિક્ષકના ખાતામાંથી રૂપિયા 3 લાખ 22 હજારની રકમ અચાનક ઉડી લેવામાં આવી હતી. જ્યારે મહિલાએ પોલીસમાં ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી ત્યારે તપાસમાં ચોંકાવનારી બાબત બહાર આવી હતી. તપાસમાં જે બહાર આવ્યું તે સાંભળીને મહિલાના હોશ ઉડી ગયા હતા. હકીકતમાં, મહિલાના 12 વર્ષીય પુત્રએ ઓનલાઇન રમતો રમતી વખતે આખી રકમ ખર્ચ કરી હતી.
278 વાર બેન્ક ટ્રાન્ઝેક્શન
પાખાંજૂરના શિક્ષક શુભરા પાલે પોલીસમાં ફરિયાદ કરી હતી કે, માર્ચથી જૂન દરમિયાન કોઈએ 278 ટ્રાન્ઝેક્શન કરીને 3 લાખ 22 હજારની રકમ ઉપાડી લીધી હતી. મહિલાએ ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરીયાદીનો 12 વર્ષનો પુત્ર ઓનલાઇન ગેમ રમતો હતો. તેણે ગેમ અપગ્રેડ કરવા માટે 278 ટ્રાન્ઝેક્શન કર્યા. પુત્રની પૂછપરછ કર્યા બાદ પોલીસે જણાવ્યું કે બાળક ગેમનો વ્યસની બન્યો હતો અને તે ગેમના હથિયારો ખરીદવા માટે સતત પૈસા ખર્ચ કરતો હતો.
બાળકો ગેમનો વ્યસની બની રહ્યા છે
પોલીસ સ્ટેશનના પ્રભારી શરદ દુબેએ જણાવ્યું હતું કે આ પ્રકારનો આ પહેલો કેસ સામે આવ્યો છે. વિસ્તારના ઘણા બાળકો આ ગેમના વ્યસની બન્યા છે. બાળકો ગેમ અપગ્રેડ કરવા માટે તેમની પોકેટ મની ખર્ચ કરી રહ્યા છે. જો તે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નથી કરી શકતા, તો તેઓ ટ્રાન્ઝેક્શન મિત્ર દ્વારા કરાવે છે. સાયબર નિષ્ણાત બિરાજ મંડલે જણાવ્યું હતું કે બાળકો કેવી રીતે ફ્રી ફાયર ગેમમા ફસાઈ રહ્યા છે. એકવાર તમે ગેમમાં UPI આઈડી દાખલ કરો, તે કાયમ માટે સેવ થઈ જાય છે. રમતના અપગ્રેડ સાથે, પૈસા કપાતા જાય છે છે, જેના માટે કોઈ નોટીફેકેશન આવતી નથી.
આ પણ વાંચો : ઓનલાઈન ગેમમાં 70 લાખ ગુમાવતા યુવાને કરી આત્મહત્યા
ઘણી ઘટનાઓ બાદ ભારત સરકારે દેશમાં PUBG ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે. PUBGના પ્રતિબંધ પછી, હવે બાળકો બીજી બેટલ રોયલ ગેમ, ફ્રી ફાયર જેવી રમતો પર હાથ અજમાવી રહ્યા છે. આ સિવાય બીજી ઘણી રમતોમાં પણ શામેલ છે.