ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડના કોડરમાની 107 વર્ષીય મહિલાએ પણ મૂકાવી કોરોના રસી - markcho helth center

સમગ્ર દેશમાં કોરોના વાયરસ રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ ચાલી રહેલા બીજા તબક્કામાં કોડરમામાં ઘણા લોકો રસી મૂકાવી રહ્યા છે, ત્યારે જોવા મળ્યું હતું કે, કોડરમામાં રહેતી 107 વર્ષીય મહિલાએ પણ કોરોનાની રસી મૂકાવી હતી. કોરોનાની રસી લીધા બાદ આ વૃધ્ધ મહિલા સામાન્ય સ્થિતિમાં જોવા મળી હતી.

કોડરમા ની  107 વર્ષિય મહિલાએ પણ મૂકાવી કોરોના રસી
કોડરમા ની 107 વર્ષિય મહિલાએ પણ મૂકાવી કોરોના રસી

By

Published : Mar 22, 2021, 9:50 AM IST

  • કોડરમામાં રસીકરણનો બીજો તબક્કો શરૂ
  • ભોજપુર ગામની રહેવાસી વૃધ્ધ મહિલાએ પણ રસી મૂકાવી
  • રસી મૂકાવ્યા બાદ મહિલાને ઓબર્ઝવેશન માટે રખાઇ

કોડરમા: જિલ્લામાં એક 107 વર્ષની મહિલાએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ વૃધ્ધ મહિલાએ રસી મૂકાવ્યા પછી સામાન્ય સ્થિતિમાં જોવા મળી છે. સિવિલ સર્જન ડો. એબી. પ્રસાદે જણાવ્યું હતું કે,107 વર્ષીય મકિના ખાતૂન મરકચ્ચો પ્રખંડનાં ભોજપુર ગામની રહેવાસી છે અને તેમણે મરકચ્ચો સ્વાસ્થ્ય કેન્દ્રમાં જ રસી મૂકાવી હતી. રસી મૂકાવ્યાના લગભગ અડધા કલાક સુધી વૃધ્ધ મહિલાને ઓબર્ઝવેશન માટે રાખવામાં આવી હતી.

આ પણ વાંચો- રાંચીઃ સિટી એસપીએ 40 ટીમ સાથે કરી સ્પેશિયલ બેઠક, ત્રણ મહિનામાં પુરા કરવાના છે બાકી રહેલા મુદ્દા

કોડરમામાં 21 માર્ચે જિલ્લા અધ્યક્ષ જગદીશ સલૂજાએ પણ રસી મૂકાવી

કોડરમા જિલ્લામાં 100 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિએ રસી મૂકાવવાની આ પ્રથમ ઘટના સામે આવી છે. રસી મૂકાવ્યા પછી મહિલાએ જણાવ્યું કે, તેમને કોઇ પણ પ્રકારની તકલીફ થઇ નથી અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. 21 માર્ચે જિલ્લા અધિવક્તા સંઘનાં જિલ્લા અધ્યક્ષ જગદીશ સલૂજા સહિતનાં લોકોએ પણ રસી મૂકાવી હતી.

ABOUT THE AUTHOR

...view details