ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામોજી ફિલ્મ સિટીમાં નવમી સાઉથર્ન હોગ રેલીનું થયું આયોજન - HOG મેનેજમેન્ટ કંપનીઓ

એક જ જગ્યાએ એક જ કંપનીની વિશિષ્ટ બાઇકો જોવી અને બાઇક ચલાવનારાઓનો ઉત્સાહ જોવો એ કોઇ રોમાંચથી ઓછું નથી. આવું જ કંઈક હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં થયું છે. તાજેતરમાં, હાર્લી ડેવિડસન દ્વારા અહીં નવમી સાઉથર્ન HOG રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. Hog Rally at Ramoji Film City, 9th Southern Hog Rally,

રામોજી ફિલ્મ સિટીમાં નવમી સાઉથર્ન હોગ રેલીનું થયું આયોજન
રામોજી ફિલ્મ સિટીમાં નવમી સાઉથર્ન હોગ રેલીનું થયું આયોજન

By

Published : Aug 29, 2022, 3:51 PM IST

Updated : Aug 29, 2022, 4:11 PM IST

હૈદરાબાદ:હાર્લી ડેવિડસન, આ બાઇકનું નામ તેની કિંમત સાથે બધાને યાદ છે. હા, આ બાઇક લાખોની કિંમતની લક્ઝરી બાઇકોમાંથી એક છે, જેના ઘણા ચાહકો પણ છે. પરંતુ ટ્રાફિકમાં આ બાઇક ચલાવવી માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય પણ છે. તેથી, હાર્લી-ડેવિડસન દર વર્ષે દૂર-દૂરના વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરે છે અને આ વર્ષે હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટી (Hog Rally at Ramoji Film City) આવી ઇવેન્ટનું સ્થળ બન્યું છે. 9મી સાઉથર્ન HOG રેલી (9th Southern Hog Rally) અહીં સફળતાપૂર્વક યોજાઈ હતી, જ્યાં દેશભરમાંથી હાર્લી બાઈકર્સ એક જગ્યાએ એકઠા થયા હતા. ચાલો HOG ફેસ્ટિવલ સંબંધિત વધુ સુવિધાઓ પર એક નજર કરીએ...

આ પણ વાંચોવિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પસાર કર્યું તો સરકાર કેમ અમલવારી નથી કરતી, HCએ કાઢી ઝાટકણી

શું છે HOG રેલી HOG એટલે હાર્લી-ડેવિડસન ઓનર્સ ગ્રુપ. તે દર વર્ષે હોગ રેલીનું આયોજન કરે છે. તેના ભાગરૂપે આ વર્ષે નવમી સાઉથન HOG રેલીનું પણ આયોજન (Hog Rally at Ramoji Film City) કરવામાં આવ્યું હતું. આ હોગ રેલીનું આયોજન તેલંગાણા ક્ષેત્રના બંજારા ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. રેલીમાં માત્ર હાર્લી ડેવિડસન બાઇકોએ (Harley Davidson Bikes) ભાગ લીધો હતો અને દેશભરમાંથી બાઇકર્સે આવ્યા હતા. એક જ મોટી કંપનીના ટુ વ્હીલરને એક જગ્યાએ જોવું એ કોઈ રોમાંચથી ઓછું નથી. રામોજી ફિલ્મ સિટી ખાતે આયોજિત આ રેલીમાં સામેલ મોટાભાગના બાઈકર્સ વિવિધ કંપનીઓમાં કામ કરતા મેનેજર, CEO અને સોફ્ટવેર એન્જિનિયર હતા. આ ફંકશનમાં દરેકે પોતાના પરિવારના સભ્યો સાથે ભાગ લીધો હતો. HOG રેલીમાં ભાગ લેવા માટે, બાઇકરે બાઇક ખરીદ્યા પછી એક વર્ષ માટે સાત હજાર રૂપિયાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે બાઇકર આવું કરે છે, તેને મેમ્બરશિપ કાર્ડ આપવામાં આવે છે જે ક્રેડિટ કાર્ડ જેવું હોય છે.

આ પણ વાંચોમહાત્મા ગાંધીજીના ચશ્મા સાચવવામાં તંત્ર નિષ્ફળ

આ ગ્રુપમાં મહિલા રાઈડર્સ પણ છે સામેલ હાર્લી ઓનર્સ ગ્રુપની શરૂઆત વર્ષ 2009માં કરવામાં આવી હતી. ત્યારથી તેઓ દર વર્ષે દેશના વિવિધ ભાગોમાં પાંચ રેલીઓનું આયોજન કરે છે. તેમની પાસે સમગ્ર દેશમાં દક્ષિણ, પૂર્વ, ઉત્તર અને પશ્ચિમમાં કુલ પાંચ HOG મેનેજમેન્ટ કંપનીઓ છે. રેલીમાં આવતા બાઈકર્સ તેમના મિત્રો સાથે મસ્તી કરે છે અને આ રેલીનો ભરપૂર આનંદ માણે છે. આ HOG રેલીમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી હાર્લી ડેવિડસન બાઇકો (Harley Davidson Bikes) આવે છે. કહેવાય છે કે, આ બાઇક પર હજારો કિલોમીટરની મુસાફરી કર્યા પછી પણ થાક નથી લાગતો. ખાસ વાત એ છે કે, આ ગ્રુપમાં મહિલા રાઈડર્સ પણ સામેલ છે. દૂર-દૂરથી મહિલા ડ્રાઇવરો પણ આ રેલીમાં જોડાવા માટે કોઇપણ જાતના ડર વિના આવે છે. હોગ મેનેજમેન્ટ કંપની તેમના માટે જરૂરી વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે. છેલ્લી HOG રેલી વર્ષ 2019માં યોજાઈ હતી. બાદમાં કોવિડને કારણે આ સમારોહ રદ્દ કરવામાં આવ્યો હતો. આયોજકોનું કહેવું છે કે, બે વર્ષ બાદ શરૂ થયેલી આ HOG રેલીને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 23 ચેપ્ટર્સ સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં HOG રેલીનું આયોજન કરે છે. રેલીના વિજેતાઓને ખાસ ઈનામો પણ આપવામાં આવે છે.

Last Updated : Aug 29, 2022, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details