ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કલકત્તામાં ઈસ્ટર્ન રેલવેના કાર્યાલયમાં આગ, 9ના મોત, ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા સ્થગિત - Prime Minister

કલકત્તામાં સ્ટ્રેન્ડ રોડ પર ન્યૂ કોયલાઘાટ બિલ્ડીંગમાં આગ લાગી હતી, જેના કારણે પેસેન્જર રિઝર્વેશન સર્વિસ સર્વર ઠપ્પ કરવામાં આવ્યું હતું. આથી આગને ઝડપથી કાબૂમાં લઈ શકાય. પાવર કટના કારણે રેલવેની ટિકિટ બુકિંગ સેવા સ્થગિત થઈ છે.

કોલકાતામાં ઈસ્ટર્ન રેલવેના કાર્યાલયમાં આગ, 9ના મોત, ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા સ્થગિત
કોલકાતામાં ઈસ્ટર્ન રેલવેના કાર્યાલયમાં આગ, 9ના મોત, ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા સ્થગિત

By

Published : Mar 9, 2021, 12:45 PM IST

  • ન્યૂ કોયલાઘાટ બિલ્ડીંગના 13મા માળે અચાનક આગ લાગી
  • આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી
  • રેલવેએ આ ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના કલકત્તામાં સ્ટ્રેન્ડ રોડ પર સોમવારે સાંજે ન્યૂ કોયલાઘાટ બિલ્ડીંગના 13મા માળે અચાનક આગ લાગી હતી, જેના કારણે 9 લોકોના મોત થયા છે. આ આગ લાગવાથી પેસેન્જર રિઝર્વેશન સર્વિસ સર્વરનો પાવર કટ કરી દેવામાં આવ્યો હતો, જેથી આગને ઝડપથી કાબૂમાં લાવી શકાય. પાવર કટના કારણે રેલવેની ટિકિટની ઓનલાઈન બુકિંગ સેવા સ્થગિત થઈ ગઈ છે. આ બિલ્ડીંગમાં ઈસ્ટર્ન રેલવેનું કાર્યાલય પણ છે.

આ પણ વાંચોઃરાજકોટમાં મોડી રાતે ભંગારના ગોડાઉનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

કેન્દ્રિય રેલવે રાજ્ય સરકારને તમામ મદદ પહોંચાડશેઃ કેન્દ્રિય રેલવે પ્રધાન

કેન્દ્રિય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં 4 ફાયરમેન, 2 રેલવે કર્મચારી અને એક ASI સહિત 9 લોકોના મોત થયા છે. કેન્દ્રિય રેલવે પ્રધાને રેલવે તરફથી રાજ્ય સરકારને દરેક મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. પીયૂષ ગોયલે આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું કે, આગના કારણે એક રેલવેના 4 અધિકારીઓના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય તપાસ કમિટી બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃમહારાષ્ટ્ર: થાણેની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ, 32 ઇલેક્ટ્રિક મીટર રાખ

વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાયની કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આગની આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ વડાપ્રધાને આ ઘટનાના મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાય કરવાની જાહેરાત કરી છે. જોકે, ઈસ્ટર્ન રેલવેએ કહ્યું, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવાયા છે.

ABOUT THE AUTHOR

...view details