- જોધપુરમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં 9 મજૂરોનાં મોત
- મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી રકમ
- 50 થી 60 ફુટ ઉંચી દિવાલ ધરાશાયી
જોધપુર જિલ્લાના બાસની ઔધગિક વિસ્તારમાં મોડી રાત્રે એક દુર્ધટના સર્જાય હતી. એક દિવાલ ધરાશાયી 9 લોકોના મોત થયા છે. જિલ્લા કલેક્ટર ઈન્દ્રજીત સિંહે કહ્યું કે, આ અક્સ્માતમાંની ગંભીરતાથી પુછપરછ કરવામાં આવશે. જિલ્લા પ્રશાસને જેડીએના એન્જિનિયરને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટરે કહ્યું કે, આ સમગ્ર ઘટનામાં ઑપરેટિંગના કામોમાં લાપરવાહી સામે આવી છે. જેને લઈ મકાન માલિક અને વિરુદ્ધ પોલીસ તપાસ શરુ કરાશે. તેમણે જણાવ્યું કે, આ અક્સ્માતમાં 9 લોકોના મોત થયા છે. તેમને મુખ્યમંત્રીરાહત ફંડમાંથી રકમ આપવામાં આવશે. ઘાયલ લોકોને પણ સહાય આપવામાં આવશે. 5 લોકોની સારવાર ચાલી રહી છે. આ સિવાય ઘટના સ્થળ પર જિલ્લા પ્રશાસન અને પોલીસ સિવાય અનેક અધિકારીઓ પણ હાજર છે.
શું છે સમગ્ર મામલો
આપને જણાવી દઈએ કે, બાસની સ્થિત નિર્માણાધીન ફેક્ટરીની છત મોડી રાત્રે ધરાશાય થઈ હતી. જેમાં અંદાજે 50 થી 60 ફુટ ઉંચી દિવાલ ધરાશાયી મોટી દુર્ધટના સર્જાય હતી. તે દરમિયાન ઘટના સ્થળ પર કામકરી રહેલા 15થી વધુ મજુરો દટાયા હતા. જેમાં 9 લોકોના મોત થયા છે.