ગાંદેરબલ:મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બુધવારે સાંજે શ્રીનગર-કારગિલ હાઇવે પર એક કેબ રસ્તા પરથી (Zojila road accident) લપસીને ઊંડી ખીણમાં પડી જતાં પિતા-પુત્ર સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ઘાયલ થયા હતા. સ્ટેશન હાઉસ ઓફિસર પોલીસ સ્ટેશન (Srinagar Kargil highway accident) સોનમાર્ગ યુનિસ બશીરે જણાવ્યું હતું કે, કેબ (JK12-7466) કારગિલથી શ્રીનગર જઈ રહી હતી ત્યારે, ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે ચીની નાલા પાસે 1200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
આ પણ વાંચો:પાકિસ્તાનમાં ઈમરાનની 'આઝાદી માર્ચ' બની હિંસક, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા
નવ લોકોના મોત થયા: બચાવકર્તાઓ ટૂંક સમયમાં જ એક્શનમાં આવી ગયા હતા (Nine dead in JK road accident) અને દુર્ઘટના પછી તરત જ સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે આજે સવારે વધુ બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા, જેમાંથી બે જમ્મુ અને કાશ્મીરના હતા, જ્યારે એક 20 વર્ષીય વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને SKIMS સૌરામાં ખસેડવામાં આવ્યો હતો.