ગુજરાત

gujarat

કોટાની જેકે લોન હોસ્પિટલમાં 24 કલાકમાં 9 બાળકોનાં મોત

By

Published : Dec 10, 2020, 9:10 PM IST

કોટાના જેક લોન હોસ્પિટલમાં 24 કલાકમાં 9 નવજાત બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોએ જેક લોન હોસ્પિલના સ્ટાફ સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. ત્યાં જિલ્લા કલેક્ટરે આ મામલે તપાસ સમિતિને તપાસના આદેશ આપ્યા છે.

કોટાની જેકે લોન હોસ્પિટલમાં 24 કલાકમાં 9 બાળકોનાં મોત
કોટાની જેકે લોન હોસ્પિટલમાં 24 કલાકમાં 9 બાળકોનાં મોત

  • જેકે લોન હોસ્પિટલમાં 9 બાળકોનાં મોત
  • પરિવારજનોએ લગાવ્યો બેદરકારીનો આરોપ
  • તપાસ સમિતિને તપાસના આદેશ

રાજસ્થાન : કોટાના જેક લોન હોસ્પિટલમાં 24 કલાકમાં 9 નવજાત બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોએ જેક લોન હોસ્પિલના સ્ટાફ સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. ત્યાં જિલ્લા કલેક્ટરે આ મામલે તપાસ સમિતિને તપાસના આદેશ આપ્યા છે.

કોટાની જેકે લોન હોસ્પિટલમાં 24 કલાકમાં 9 બાળકોનાં મોત

9 નવજાત બાળકોના મોતથી પ્રશાસન પર સવાલો

જેકે લોન હોસ્પટિલમાં નવજાત બાળકોના મોતનો આંકડો વધીને 9 થઇ ગયો છે. માત્ર 24 કલાકની અંદર 9 નવજાત બાળકોના મોત થતા સમગ્ર વિભાગમાં હડકંપ મચી ગઇ છે. એક તરફ કોરોના મહામારીથી પ્રશાસન સંઘર્ષ કરી રહ્યો છે. ત્યાં એક જ દિવસમાં 9 નવજાત બાળકોના મોતથી પ્રશાસન પર સવાલો ઉભા થયા છે.

ડૉ.એસસી દુલારાને નવજાતનાં મોત અંગેનું કારણ પૂછવામાં આવ્યું

આ મામલે મૃત નવજાતનાં પરિવારોએ હોસ્પિટલ મેનેજમેન્ટની સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ જેકે લોન અધિક્ષકે તપાસ સમિતિ બનાવી તપાસ કરવાનું કહી રહ્યા છે. આ મામલે જિલ્લા કલેકટરે આચાર્ય પાસેથી એક રિપોર્ટ પણ મંગાવ્યો છે અને નવજાતનાં મોતનાં કારણોની તપાસ કરવા જણાવ્યું છે. જેકે લોન અધિક્ષક ડૉ.એસસી દુલારાને નવજાતનાં મોત અંગેનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, બાળકો પહેલેથી જ બીમાર હતા. આ મામલાને લઇને ભાજપા કોટા દક્ષિણ ધારાસભ્ય સંદીપ શર્મા ગુરૂવારે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે હોસ્પિટલના અધિક્ષક ડૉ. દુલારાને વ્યવસ્થા સુધારવાનો નિર્દશ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details