- ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી
- મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે વાતની પુષ્ટિ કરી
- તમામ દર્દીઓ હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન
જયપુર: આખરે, કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી છે. રાજધાની જયપુરમાં 9 દર્દીઓમાં આ નવો વેરિયન્ટ (Omicron cases in Rajasthan )જોવા મળ્યો છે. તાજેતરમાં, દક્ષિણ આફ્રિકાના ચાર શંકાસ્પદ દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા અન્ય પાંચ દર્દીઓના નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા.
મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે વાતની પુષ્ટિ કરી
સવાઈ માન સિંહ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુધીર ભંડારીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે 9 દર્દીઓમાં કોરોનાનો નવો વેરિયન્ટ (Omicron Variants in Rajasthan) જોવા મળ્યો છે. તાજેતરમાં, દક્ષિણ આફ્રિકાથી જયપુર આવેલા 4 દર્દીઓના નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. વાસ્તવમાં આ ચારેય દર્દીઓ કોવિડ-19 સંક્રમિત હતા. આવી સ્થિતિમાં, જ્યારે આ દર્દીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું ત્યારે અન્ય 5 દર્દીઓ પણ તેમના સંપર્કમાં આવ્યા, ત્યારબાદ આ 5 દર્દીઓ પણ સંક્રમિત જણાયા.