વારાણસીઃકહેવાય છે કે વાંચવા-લખવાની કોઈ ઉંમર હોતી નથી. આ ઉદાહરણ બનારસના રહેવાસી 84 વર્ષીય અમલધારી(Amaldhari Singh got Dlitt degree) સિંહે દર્શાવ્યું છે. આટલી મોટી ઉંમરે પણ તેમણે એવું કાર્ય કર્યું છે કે, દરેકને આશ્ચર્યમાં મૂકી દિધા છે. અભ્યાસની તીવ્ર ઈચ્છાને કારણે સર્વ વિદ્યાની રાજધાની કહેવાતી બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી(Banaras Hindu University) અમલધારી સિંહે ડોક્ટર ઓફ લિટરેચરની ડિગ્રી મેળવીને રેકોર્ડ પોતાને નામે કર્યો(Awarded degree of Doctor of Literature) છે. અમલધારી સિંહ આ ડિગ્રી મેળવનાર અત્યાર સુધીના સૌથી વૃદ્ધ વિદ્યાર્થી બની ગયા છે. અગાઉ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ 82 વર્ષીય વેલ્લાયાની અર્જુનના નામે આ ઉપાધી હતી. તેમણે 2015માં આ ખિતાબ મળ્યો હતો. અમલધારી સિંહે 'ઋગ્વેદની વિવિધ શાસ્ત્રીય સંહિતાઓનો તુલનાત્મક અને વિવેચનાત્મક અભ્યાસ' પર ડિગ્રી મેળવી છે.
આ પણ વાંચો - PM Modi Visit Vadodara : વડાપ્રધાન મોદીના આગમન પહેલાં બન્યો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ
84 વર્ષની વયે મેળવી ઉપાધી - અમલધારી સિંહનો જન્મ 22 જુલાઈ 1938ના રોજ જૌનપુર જિલ્લામાં થયો હતો. તે બાળપણથી જ વાંચન અને લેખનમાં હોશિયાર હતા. તેમણે 1966માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું હતું. આ સાથે તેમણે BHUમાં NCCના વોરંટ ઓફિસર તરીકે 4 વર્ષ સુધી સેવા આપી હતી. 1963માં ભારતના તત્કાલિન વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નેહરુ દ્વારા શ્રેષ્ઠ ચેનલ એવોર્ડમાં ચેમ્પિયન ટ્રોફી પણ આપવામાં આવી હતી. અમલધારી, તેમનો અભ્યાસ ચાલુ રાખતા, 1967 માં જોધપુર યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા અને 11 વર્ષ સુધી સેવા આપી હતી. આ પછી તેમણે રાયબરેલીની પીજી કોલેજમાં 1999 સુધી ભણાવ્યું હતું. નિવૃત્તિ પછી, તેમણે BHU ના વૈદિક તત્વજ્ઞાન વિભાગમાં કામ કર્યું અને તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં વર્ષ 2021માં ડોક્ટર ઓફ લિટરેચરની ડિગ્રી માટે નોંધણી કરાવી હતી. હવે 23 જૂન 2022ના રોજ અમલધારી સિંહને ડીલીટનું બિરુદ આપવામાં આવ્યું છે.