ગુજરાત

gujarat

ETV Bharat / bharat

75 Years of Independence : અંગ્રેજ સરકારના નાકમાં દમ કરનાર 80 આંદોલનકારીઓને આપી સામૂહિક ફાંસી, જાણો ઈતિહાસ... - Incident of mathura

મથુરા (Incident of mathura) જિલ્લાના મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર અડીંગમાં 1857માં ઘટી જ્યારે નાગપુર આંદોલનકારીઓએ પોતાની હિંમતથી અંગ્રેજોને હેરાન કરી મુક્યા હતાં. અંગ્રેજો એવા નાસીપાસ થયાં કે તેમણે રાજપૂતો સાથે દગો કર્યો, તેઓ આંદોલનકારીને વાતચિત કરવા માટે બોલાવ્યા અને 80 આંદોલનકારીઓને બંધક બનાવીને અડીંગના રાજા ફોંદામલની હવેલીમાં સામૂહિક ફાંસી આપી દીધી હતી. આજે પણ ઇતિહાસ (75 years story)માં આ ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે.

સ્વતંત્રતાના 75 વર્ષમાં આજે પણ આ ઘટનાનો ઉલ્લેખ
સ્વતંત્રતાના 75 વર્ષમાં આજે પણ આ ઘટનાનો ઉલ્લેખ

By

Published : Nov 14, 2021, 6:40 AM IST

  • સ્વતંત્રતાના 75 વર્ષમાં આજે પણ આ ઘટનાનો ઉલ્લેખ
  • 80 આંદોલનકારીઓને બંધક બનાવી સામૂહિક ફાંસી આપી દીધી
  • ભરતપુરના રાજા સૂરજમલના જાગીરદાર ફોંદામલ

મથુરા: અડીંગનો ઇતિહાસ ઘણો જ ગૌરવપૂર્ણ છે. અહીંના રાજપૂતોએ 1857માં સ્વતંત્રતા સંગ્રામ (75 years of independence)ના પહેલા વિદ્રોહમાં અંગ્રેજોને ઘૂંટણીએ લાવી દીધા હતા. તમને જણાવી દઇએ કે 18મી સદીમાં બે મોટી ઘટના ઘટી હતી, કે જેણે અંગ્રેજ સરકારેને હચમચાવી દીધી હતી.

સ્વતંત્રતાના 75 વર્ષમાં આજે પણ આ ઘટનાનો ઉલ્લેખ

પહેલી ઘટના

પહેલી ઘટના 1805માં થઇ હતી, જ્યારે અંગ્રેજોની ફોજે ચારે તરફથી ભરતપુરને ઘેરીને 7 વખત તોપથી હુમલો કરવા છતાં અંગ્રેજોને પરાજય પ્રાપ્ત થયો. આ યુદ્ધમાં અંગ્રેજોના 3203 સૈનિકોના મૃત્યુ થયા જ્યારે 8થી 10 હજાર સૈનિકો ઈજાગ્રસ્ત થતાં તેમણે સંધી કરવી પડી હતી.

બીજી ઘટના

બીજી ઘટના મથુરા જિલ્લાના મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર અડીંગમાં 1857માં ઘટી જ્યારે નાગપુર આંદોલનકારીઓએ પોતાની હિંમતથી અંગ્રેજોને હેરાન કરી મુક્યા હતાં. અંગ્રેજો એવા નાસીપાસ થયાં કે તેમણે રાજપૂતો સાથે દગો કર્યો, તેઓ આંદોલનકારીને વાતચિત કરવા માટે બોલાવ્યા અને 80 આંદોલનકારીઓને બંધક બનાવીને અડીંગના રાજા ફોંદામલની હવેલીમાં સામૂહિક ફાંસી આપી દીધી હતી. આજે પણ ઇતિહાસમાં આ ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે. આ કિલ્લો આજે પણ જૂની હવેલીના નામથી ઓળખાય છે. આ હવેલી ફોંદામલ જાટે બનાવી હતી, જે ફોદામલ હવેલીના નામથી પણ જાણીતી છે, જો કે આ ઇમારત હવે ખંડેર થઇ ગઇ છે.

ભરતપુરના રાજા સૂરજમલના જાગીરદાર

ફોંદામલ ભરતપુરના રાજા સૂરજમલના જાગીરદાર હતા. અડીંગ પહેલા એક તાલુકા કેન્દ્ર હતું પણ 1868માં અંગ્રેજોએ તાલુકાનો દરજ્જો રદ્દ કર્યો. જો કે તેની ઓળખ જાળવી રાખવા માટે ઘણા લોકોએ અનેક વખત આંદોલન પણ કર્યું છે. અનેક અધિકારીઓ આવ્યા પણ લોકોને આશ્વાસન સિવાય કશું મળ્યું નહીં. રાજપૂત વંશનો નાશ કરવા માટે અંગ્રેજી હુકુમતએ રાજપૂતોને સામૂહિક ફાંસી આપી હતી. આ ઘટના બાદ એક માત્ર મહિલા હરદેવી રાજપૂત ગર્ભવતી હતા જે બચી ગયા હતાં. તેમનાથી ઢોકલા સિંહનો જન્મ થયો. ત્યાર બાદ આ પેઢી આગળ વધી અને અત્યારે આ પરીવારના વયોવૃદ્ધ પદમ સિંહ આજે પણ હયાત છે.

આ પણ વાંચો:75 Years of Independence: આક્રમણકારોને ધૂળ ચટાડનારાં યોદ્ધા કિત્તુર ચેન્નમ્મા કર્ણાટકનાં મહારાણી કિત્તુર ચેન્નમ્મા અને અબ્બક્કા મહાદેવી

આ પણ વાંચો:દેશની આઝાદી માટેના સંઘર્ષના અધ્યાયનું શીર્ષ નેતૃત્વ એટલે "લોકમાન્ય ટિળક"

ABOUT THE AUTHOR

...view details