- PMGKAYના 80 કરોડ લાભાર્થીઓને લાભ મળવાનો કેન્દ્ર સરકારનો દાવો
- પરપ્રાંતિય જનતાને one nation one ration card યોજના માટે પ્રોત્સાહિત કરાશે
- 21 જૂનથી 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને Free Vaccine અપાશે
ન્યૂઝ ડેસ્ક : મે અને જૂન 2021ના મહિનામાં ગરીબોને 5 કિલો નિ:શુલ્ક અનાજ આપવામાં આવી રહ્યું છે. સરકારે નવેમ્બર સુધીમાં આશરે 80 કરોડ લાભાર્થીઓને મફત અનાજ આપવા નો નિર્ણય કર્યો છે. કોરોનાની બીજી લહેરમાં ગરીબોની પરિસ્થિતિને લઈને કેન્દ્રએ આ નિર્ણય કર્યો છે. 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોરોના સંકટ અને લોકડાઉનમાં ગરીબોમાં નિ:શુલ્ક રાશન વિતરણ માટે મે મહિના માટે ફાળવેલા તમામ અનાજનો જથ્થો હસ્તગત કરી લીધો હતો.
આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત 8 કરોડ શ્રમિકોને નિઃશુલ્ક અનાજ
આંધ્રપ્રદેશ, અંદમાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, ગોવા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, કેરળ, લદ્દાખ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી, તમિળનાડુ, તેલંગાણા, ત્રિપુરાએ મે મહિના માટે ફાળવેલા અનાજનો જથ્થો હસ્તગત કરીને વિરતણ કરાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત 8 કરોડ પરપ્રાંતિય શ્રમિકો કે જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને પણ નિ:શુલ્ક અનાજ આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે ગરીબો, ખાસ કરીને પરપ્રાંતીય જનતાને વન નેશન વન રેશનકાર્ડ (one nation one ration card) યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા, જેથી તેમને વન નેશન વન રેશનકાર્ડ યોજના (one nation one ration card scheme) હેઠળ મફત અનાજ મળી શકે.