- કાનપુરથી દિલ્હી જઈ રહેલી ટ્રકે બસને ટક્કર મારી
- ટ્રકની ટક્કરના કારણે બસમાં સવાર 8 પ્રવાસી ઈજાગ્રસ્ત થયા
- છિબરામઉ કોતવાલી વિસ્તારમાં આવેલા પ્રેમપુર પાસે થયો હતો અકસ્માત
કન્નૌજ (ઉત્તરપ્રદેશ): છિબરામઉ કોતવાલી વિસ્તારના એનએચ-91 પર આવેલા પ્રેમપુર પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કન્નૌજમાં સર્જાયેલા આ અકસ્માતમાં 8 પ્રવાસી ઈજાગ્રસ્ત થયા છે. જોકે, બસમાં કુલ 50થી વધારે પ્રવાસીઓ સવાર હતા. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃકાંકરેજના ઉણ ગામ પાસે જીપ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત:એકનું મૃત્યું
આ અંગે મળતી માહિતી અનુસાર, આ ખાનગી ટ્રાવેલની બસ 50થી વધારે પ્રવાસીઓને લઈ અંબાલાથી બિહાર જઈ રહી હતી. ગુરુવારે સવારે જ્યારે બસ છિબરામઉ કોતવાલી વિસ્તારના એનએચ-91 પર આવેલા પ્રેમપુરમાં પહોંચી. તે સમયે કાનપુરથી દિલ્હી આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી હતી. બસને ટક્કર લાગવાથી ડ્રાઈવર સહિત 8 પ્રવાસીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, આ અકસ્માત પછી સ્થાનિક લોકોએ આવીને લોકોને બસની બહાર નીકાળ્યા હતા. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.