- દેશની 8 હાઈકોર્ટને મળશે નવા ચીફ જસ્ટિસ
- 8 નામોમાં ગુજરાત હાઈકોર્ટનો પણ સમાવશે
- કોલકત્તા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલનું નામ પણ સામેલ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશની 8 હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના નામની ભલામણ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, અલ્હાબાદ ઉપરાંત કલકત્તા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મેઘાલય, ગુજરાત અને મધ્યપ્રદેશની હાઈકોર્ટને નવા મુખ્ય ન્યાયાધીશો મળશે.
રાજેશ બિંદલને અલ્હાબાદ હાઈકોર્ટ ટ્રાન્સફર કરવાની ભલામણ
સુત્રોએ જણાવ્યું કે, ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અકીલ કુરેશીને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા રાજસ્થાન હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના સૂત્રોએ જણાવ્યું કે, 8 નામોમાં કલકત્તા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રાજેશ બિંદલ પણ સામેલ છે, જેમને અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશની હાઈકોર્ટને પણ નવા મુખ્ય ન્યાયાધીશ મળશે
સૂત્રોએ જણાવ્યું કે, ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળા 3 સભ્યોના કોલેજિયમે એ પણ ભલામણ કરી કે ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અકીલ કુરૈશીને રાજસ્થાન હાઈકોર્ટમાં સ્થાનાંતરિત કરવામાં આવે. તેમણે કહ્યું છે કે, અલ્હાબાદ ઉપરાંત કોલકાતા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મેઘાલય, ગુજરાત અને મધ્ય પ્રદેશની હાઈકોર્ટને નવા મુખ્ય ન્યાયાધીશ મળશે.
ગુરૂવાર અને શુક્રવારના બેઠકો બાદ ન્યાયાધીશોની નિમણૂક પર નિર્ણય
મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત હાઇકોર્ટોમાં નિમણૂકો સાથે સંકળાયેલા 3 સભ્યોના કોલેજિયમમાં જસ્ટિસ યુ.યુ. લલિત અને જસ્ટિસ એ.એમ. ખાનવિલકરનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કોલેજિયમે 5 મુખ્ય ન્યાયમૂર્તિઓ અને 28 અન્ય ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને અન્ય હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું કે, "હાઈકોર્ટોમાં મોટી ફેરબદલ અને મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક પર નિર્ણય સઘન બેઠકો બાદ થયો છે." સાથે જ કહ્યું છે કે, આ વિશે ગુરૂવાર અને શુક્રવારના બેઠકો થઈ. સૂત્રએ જણાવ્યું કે, ન્યાયાધીશોના નામ અને વિવરણ વિશે કોલેજિયમનો નિર્ણય અત્યારે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો નથી.
મેઘાલય હાઈકોર્ટના ન્યાયાધીશને સિક્કિમ ટ્રાન્સફરની ભલામણ
સૂત્રોએ જણાવ્યું કે, ન્યાયમૂર્તિ કુરૈશી ઉપરાંત કૉલેજિયમે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરૂપ કુમાર ગોસ્વામીને છત્તીસગઢ હાઈકોર્ટ, મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ મોહમ્મદ રફીકને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, કોલેજિયમે રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ઇન્દ્રજીત મહંતીને ત્રિપુરા હાઈકોર્ટ અને મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિશ્વનાથ સોમદ્દરને સિક્કિમ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે.
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હશે?
જસ્ટિસ બિંદલ ઉપરાંત કોલેજિયમે જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ, પ્રશાંતકુમાર મિશ્રા, રિતુ રાજ અવસ્થી, સતીશ ચંદ્ર શર્મા, રણજીત વી. મોરે, અરવિંદ કુમાર અને આર.વી. મલિમથને વિવિધ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ, જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રા અને જસ્ટિસ રિતુ રાજ અવસ્થીના નામ અનુક્રમે કલકત્તા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકની હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ભલામણ કરવામાં આવ્યા છે. એ જ રીતે તેલંગાણા, મેઘાલય, ગુજરાત અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા, રણજીત વી. મોરે, અરવિંદ કુમાર અને આર.વી. મલિમઠના નામોની ભલામણ કરવામાં આવી છે.
હાઈકોર્ટમાં ખાલી જગ્યાઓને 'તાત્કાલિક ધોરણે' ભરવાનો પ્રયાસ
આખા દેશમાં 12 હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે એકવારમાં 68 નામોની ભલામણ કરવાના ઐતિહાસિક નિર્ણય બાદ કોલિજિયમ દ્વારા આ ભલામણ કરવામાં આવી છે. હાલમાં કોલિજિયમે કર્ણાટક હાઈકોર્ટમાં સ્થાયી ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે કેન્દ્રને 10 નામોની ભલામણ કરી હતી. બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના તાજેતરના એક કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ દ્વારા આપવામાં આવેલા નિવેદનને જોતા આ ભલામણો મહત્વની છે કે હાઈકોર્ટમાં ખાલી જગ્યાઓના મુદ્દાને 'તાત્કાલિક ધોરણે' ભરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શું કહ્યું હતું જસ્ટિસ રમન્નાએ?
એક જ વારમાં સર્વોચ્ચ અદાલતમાં 9 નિમણૂકોનો ઉલ્લેખ કરતા જસ્ટિસ રમન્નાએ કહ્યું હતું કે, "આ જ રીતે, જો હું ખોટો નથી તો મેં પદ સંભાળ્યા બાદ કોલેજિયમ દ્વારા વિવિધ હાઈકોર્ટો માટે 82 નામોની ભલામણ કરવામાં આવી છે." દેશની 25 હાઈકોર્ટમાં ન્યાયાધીશોના કુલ 1080 પદ માન્ય છે. આ પહેલા 17 ઑગષ્ટના એક ઐતિહાસિક નિર્ણયમાં ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં 5 સભ્યોના કોલેજિયમે 3 મહિલાઓ સહિત સુપ્રીમ કોર્ટના જજો તરીકે પ્રમોશન માટે 9 નામોની ભલામણ કરી હતી.
વધુ વાંચો:સુપ્રીમ કોર્ટના 9 નવા ન્યાયાધીશોએ પદના શપથ ગ્રહણ કર્યા
વધુ વાંચો:સુપ્રીમ કોર્ટમાં આજે પેગાસસ જાસુસી મામલા અંગે સુનાવણી, જાણો સમગ્ર મામલો