ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હોશિયારપુરમાં ચોર નિકળ્યા હોશિયાર, ATMને ગેસ કટરથી કાપી ફરાર - 8 લાખ 70 હજાર રૂપિયાની લૂંટ કરી ફરાર

હોશિયારપુર જિલ્લાના ચોટાલા ગામમાં પંજાબ નેશનલ બેંકનું ATM ગેસ કટરથી કાપીને 8 લાખ 70 હજાર રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.CCTVના આધારે પોલીસે ચોરોને પકડવાની કવાયત હાથ ધરી છે.ATM Punjab National Bank,Robbery 8 lakh 70 thousand rupees,ATM cutting by gas cutter

Etv Bharatહોશિયારપુરમાં ચોર નિકળ્યા હોશિયાર, ATMને ગેસ કટરથી કાપી ફરાર
Etv Bharatહોશિયારપુરમાં ચોર નિકળ્યા હોશિયાર, ATMને ગેસ કટરથી કાપી ફરાર

By

Published : Sep 10, 2022, 4:51 PM IST

પંજાબ,હોશિયારપુર: રાજ્યભરમાં ચોર અને લૂંટારાઓનું મનોબળ એટલું વધી ગયું છે કે,દરરોજ નવા નવા ચોરી કરવાના પૈતરા ચોર અજમાવતા હોય છે. તેઓપોલીસ પ્રશાસનની કાર્યવાહીથી બિલકુલ ડરતા નથી. જેના કારણે તેઓ મોટા પાયે કામગીરી કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો હોશિયારપુરના ચોટાલા ગામમાંથી સામે આવ્યો છે.તમને જણાવી દઈએ કે હોશિયારપુર જિલ્લાના ચોટાલા ગામમાં પંજાબનેશનલ બેંકનું એટીએમ(ATM Punjab National Bank) ગેસ કટરથી કાપીને(ATM cutting gas cutter) 8 લાખ 70 હજાર રૂપિયાની લૂંટ કરી ફરાર(Robbery 8 lakh 70 thousand rupees) થઈ ગયા હતા. આ કેસ અંગે ગામના સરપંચે જણાવ્યું હતું કે, રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી.

ભયનો માહોલઃગામમાં ચોરીની ઘટના બનતા ગામના લોકોમાં ડરનો માહોલ છે.આ કેસ અંગે ગામના સરપંચે જણાવ્યું હતું કે, રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી.આ ઘટનાની જાણ થતા સરપંચે પોલીસને જાણ કરી હતી.બીજી તરફ ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ લૂંટારાની શોધખોળ હાથ ધરી છે. તેમજ ગામમાં ATM પાસે લગાવેલા સીસીટીવી કેમેરા પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details