બિદર(કર્ણાટક): બિદર પોલીસે 58 વર્ષ અગાઉ ભેંસ અને વાછરડું ચોરવાના કેસમાં 78 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. ગણપતિ વાઘમારે નામના આરોપીની બિદર પોલીસે ધરપકડ કરી છે. 1965માં મહારાષ્ટ્રના બુલધન જિલ્લામાં મેખર પોલીસ સ્ટેશનમાં મુરલીધર રાવ કુલકર્ણી નામના વ્યક્તિએ બે ભેંસ અને એક વાછરડું ચોરવાની ફરિયાદ દાખલ કરી હતી.
58 વર્ષ અગાઉ 2 આરોપીની થઈ હતી ધરપકડઃ તે સમયે મેખર પોલીસે 30 વર્ષિય કિશન ચંદર અને 20 વર્ષીય ગણપતિ વાઘમારેની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓને થોડા સમય બાદ જામીન પણ મળ્યા હતા. જામીન મળતા જ તેઓ ફરાર થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં હાજરી પણ આપતા નહતા. તેમના વિરૂદ્ધ તે સમયે કોર્ટે વોરંટ પણ ઈશ્યુ કર્યુ હતું.
એક સ્પેશિયલ ટીમ પેન્ડિંગ કેસીસની તપાસ માટે બનાવવામાં આવી છે અને ફરાર આરોપીઓ કોર્ટમાં ગેરહાજર રહે છે તેમના પર LPR કેસીસ દાખલ કરાયા છે. આ અનુસંધાને પોલીસે 58 વર્ષ બાદ ભેંસ ચોરવાના કેસમાં આરોપી એવા ગણપતિની કર્ણાટકમાંથી ધરપકડ કરી છે. આ સ્પેશિયલ ટીમને વર્ષોથી પેન્ડિંગ એવા કુલ 7 કેસ ઉકેલવામાં સફળતા મળી છે...એસએલ ચન્બાસવન્ના(એસ.પી., બિદર)
1 આરોપી મૃત્યુ પામ્યો છેઃ પ્રથમ આરોપી કિશન ચંદર તો મૃત્યુ પામ્યો છે. તેના વિરૂદ્ધ ચાલતો કેસ ડિસમિસ થયો છે. જો કે બીજો આરોપી ગણપતિ વાઘમારે ઘણા સમયથી ફરાર હતો. એક સ્પેશિયલ ટીમ દ્વારા ગણપતિને શોધી કાઢીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યારે ચોરીના ગુનામાં ગણપતિની પહેલીવાર ધરપકડ કરાઈ ત્યારે તે માત્ર 20 વર્ષનો હતો. આજે બીજીવાર ધરપકડ કરાઈ ત્યારે તેની ઉંમર 78 વર્ષની છે.
- મહારાષ્ટ્ર હ્યુમન ટ્રાફિકિંગનું નીકળ્યું અમદાવાદ કનેક્શન, રેલવે સ્ટેશનની બહાર એક વ્યક્તિ આપી ગયો હતો બાળક
- બે ઓટો મિકેનિક કાર રીપેર કરવાના બહાને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કરતા હતા કારની ચોરી, ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા