- ગૂગલનું ડૂડલ ભારતના 75 માં આઝાદી પર્વ પર સમર્પિત
- ગૂગલ દ્વારા ભારતના આઝાદી પર્વની અનોખી ઉજવણી
- ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ
ન્યૂઝ ડેસ્ક: ભારતના 75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે, ગૂગલે રવિવારે તેના સર્ચ એન્જિનના હોમપેજ પર દેશમાં વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓને દર્શાવતું ડૂડલ શેર કર્યું છે. ડૂડલ આર્ટવર્કમાં આપણા નૃત્યના વિવિધ સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે, જેમાં ભરતનાટ્યમની શાસ્ત્રીય પરંપરા (સૌથી જૂની ભારતીય નૃત્ય પ્રણાલી છે જે મૂળ દક્ષિણ તમિલનાડુમાં 3000 વર્ષ જૂની છે), બિહુ અને ભાંગડાથી લઇ ભારતીય મહાકાવ્યો જેવા નૃત્ય અને કથકલીની છબીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોલકાતા સ્થિત કલાકાર સાયન મુખર્જીએ ડિડલ બનાવ્યો
આ કલાકૃતિ કોલકાતા સ્થિત કલાકાર સાયન મુખર્જીએ બનાવી છે. મુખર્જીએ આ અંગે કહ્યું કે, "ભારત આટલી વૈવિધ્યસભર વસ્તી ધરાવતો વિશાળ દેશ છે, ત્યાં માત્ર એક જ વસ્તુ છે જે આપણને બધાને સાથે રાખે છે અને તે છે વિવિધતામાં એકતા... મેં તેને ડૂડલમાં દર્શાવાનો પ્રયાસ કર્યો છે."