- મોદી 75મી વખત 'મન કી બાત' કાર્યક્રમને સંબોધન કર્યું હતું
- ગયા વર્ષે જનતા કર્ફ્યુનું પાલન સૌથી મોટું ઉદાહરણ, આવનારી પેઢીઓ ગર્વ અનુભવશે
- કોરોના વોરિયર પ્રત્યે સમ્માન, આદર, થાળી વગાડવી, તાળીઓ પાડવી, દિવો પ્રગટાવવો બહુ મોટી વાત
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં દેશવાસીઓને સંબોધન કર્યા હતા. 'મન કી બાત' ની આ 75મી આવૃત્તિ છે. હોળી, કોરોનાના વધતા કેસોને લઈને અને ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે વડાપ્રધાન મોદી 'મન કી બાત'માં દેશવાસીઓ સાથે વાત કરી હતી. મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે 'એવું લાગી રહ્યું છે કે જાણે કાલે જ આ વાત થઈ હોય, જ્યારે મેં મન કી બાત શરૂ કરી. 3 ઓક્ટોબર, 2014ના રોજથી શરૂ થયેલી આ યાત્રા હોળી સુધી પહોંચી ગઈ.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના અમુક અંશો...
- હું તમને એક અનન્ય લાઇટ હાઉસ વિશે પણ જણાવવા માંગું છું. આ લાઇટ હાઉસ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જીંઝુવાડા નામની જગ્યાએ છે. શું તમે જાણો છો કે આ લાઇટ હાઉસ કેમ ખાસ છે?
- પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં 71 લાઇટ હાઉસની પણ ઓળખ કરવામાં આવી છે. આ તમામ લાઈટ હાઉસમાં મ્યુઝિયમ, એમ્ફી થિયેટર, ઓપન એર થિયેટર, કેફેટેરિયા, બાળકો માટે પાર્ક અને તેમની ક્ષમતા અનુસાર લેન્ડસ્કેપિંગ તૈયાર કરવામાં આવશે.
- આ અગાઉ ગયા મહિને 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે પાણીના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પાણી એક રીતે આરસ કરતા પણ વધારે મહત્વનું છે. ઉપરાંત તમિળ ભાષાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તમિળ એક એવી સુંદર ભાષા છે, જે આખી દુનિયામાં લોકપ્રિય છે. મેં મારી જાતને કહ્યું કે, મારી એક ખામી એ છે કે હું વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિળ શીખવા માટે પ્રયત્નો કરી શક્યો નહીં, હું તમિળ શીખી શક્યો નહીં.
- PM મોદીએ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજને પણ અભિનંદન આપ્યા, જેણે તાજેતરમાં 10,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. મોદીએ કહ્યું કે, ઈન્દોરમાં રહેતી સૌમ્યાએ આ અંગે મારું ધ્યાન દોર્યું હતુ અને આ અંગે 'મન કી બાત'માં તેનો ઉલ્લેખ કરવા જણાવ્યુ હતું.
- મિતાલી રાજે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની છે. તેમની આ સિદ્ધિ બદલ અનેક અભિનંદન. મિતાલી આજે લાખો- કરોડો લોકો માટે પ્રેરણા છે.
- આ પ્રકારે આપણા કોરોના વોરિયર પ્રતિ સમ્માન, આદર, થાળી વગાડવી, તાળીઓ પાડવી, દિવો પ્રગટાવવો. તમને ખબર નથી કે આ બાબત કોરોના યોદ્ધાઓને કેટલી સારી લાગી હતી અને તે જ તો કારણ છે કે, તેઓ આખા વર્ષ થાક્યા વિના, રોકાયા વિના, હાર્યા વિના કામ કરી શક્યા.
- ગયા વર્ષે માર્ચ જ મહિનો હતો, દેશમાં પહેલીવાર જનતા કર્ફ્યુ શબ્દ સાંભળ્યો હતો. પરંતુ આ મહાન દેશના મહાન જનતાની મહાન શક્તિનો અનુભવ જુઓ, જનતા કરફ્યુ સમગ્ર વિશ્વ માટે આશ્ચર્યજનક બની ગયું હતું. આ શિસ્તનું અભૂતપૂર્વ ઉદાહરણ હતું, આવનારી પેઢી ચોક્કસપણે આ બાબત પર ગર્વ કરશે.
- આઝાદીની લડતમાં આપણા લડવૈયાઓએ એટલું સહન કર્યું કારણ કે તેઓ દેશ માટે ત્યાગ અને બલિદાનને તેમનું કર્તવ્ય સમજે છે. તેમના ત્યાગ અને બલિદાનની અમર કથાઓ હવે આપણને કાયમી ફરજના માર્ગ તરફ પ્રેરણા આપશે.
- તે કોઈ સ્વાતંત્ર્ય સેનાનીની સંઘર્ષ ગાથા હોય, કોઈ જગ્યાનો ઇતિહાસ હોય, દેશની સાંસ્કૃતિક વાર્તા હોય, 'અમૃત મહોત્સવ' દરમિયાન તમે દેશની સામે લાવી શકો છો તમે દેશવાસીઓને તેમની સાથે જોડવાનું માધ્યમ બની શકો છો.