હૈદરાબાદ: 17 જૂન 1911નો એ દિવસ હતો, જ્યારે તત્કાલીન તિરુનેલવેલીના કલેક્ટર રોબર્ટ વિલિયમ ડી એસ્કોર્ટ એશ તેમની પત્ની મેરી સાથે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે કલેક્ટરનો સિક્યોરિટી ગાર્ડ તેમના માટે પાણી લેવા ગયો ત્યારે એક મુસાફર અચાનક એ જ ડબ્બામાં ઘૂસી ગયો અને રોબર્ટ વિલિયમ એશ (Robert William d'Escourt Ashe) પર 3 ગોળી ચલાવી દીધી. ત્યારબાદ તે વ્યક્તિએ રેલવે સ્ટેશન પાસેના ટોયલેટમાં પોતાને ગોળી મારી દીધી. 25 વર્ષનો એ યુવક બીજું કોઈ નહીં, પણ સ્વાતંત્ર્ય સેનાની વંચીનાથન (vanchinathan freedom fighter) હતો.
વંચીનાથને સંઘર્ષ માટે સશસ્ત્ર દળોનો માર્ગ પસંદ કર્યો
તિરુનેલવેલી નજીક સેંગોટાઈ શહેરમાં જન્મેલા વંચીનાથને તેમનું શાળાકીય શિક્ષણ (vanchinathan's schooling) સેંગોટાઈમાં અને ઉચ્ચ શિક્ષણ ત્રિવેન્દ્રમમાં પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે વન વિભાગમાં નોકરી કરી. આઝાદીને લઇને ચાલી રહેલી એ લહેરથી પ્રેરિત થઈને વંચીનાથને સંઘર્ષ માટે સશસ્ત્ર દળોનો માર્ગ પસંદ કર્યો.
ખિસ્સામાંથી મળ્યો હતો પત્ર
કહેવાય છે કે, વંચીનાથન બ્રિટિશ શાસન સામે ઉગ્રતાથી લડી રહ્યા હતા; આત્મહત્યા બાદ તેના ખિસ્સામાંથી મળેલા એક પત્રમાં લખ્યું હતું કે, 'અંગ્રેજો આપણા દેશ પર કબજો જમાવી રહ્યા છે અને અવિનાશી સનાતન ધર્મ (sanatan dharma during british rule)ને કચડી રહ્યા છે.'