- હરદાનો સોકલ પરિવાર પણ સ્વતંત્રતાની ચળવળની પ્રથમ હરોળમાં હતો
- સોકલ પરિવારના ચંપાલાલ શંકર અને તુલસીરામ સોકલની સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા
- ગાંધીજીની હરદા મુલાકાત દરમિયાન હરદાવાસીઓએ આપ્યું હતું 1633 રૂપિયાનું દાન
હરદા (મધ્ય પ્રદેશ): ભારતીય સ્વતંત્રતા સંગ્રામ (freedom struggle of india)ના મહાન નાયક અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (mahatma gandhi the freedom fighter and father of nation)એ સત્ય અને અહિંસાના સિદ્ધાંતો (gandhian concept of truth and non-violence)ના આધારે અંગ્રેજો સામે લડીને ભારતને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હરદામાં એ સોકલનો પરિવાર (sokal family of harda) હતો જે શહેરના અન્ય ઘણા લોકોની જેમ સ્વતંત્રતા ચળવળની પ્રથમ હરોળમાં હતો.
ગાંધીજી સાથેની સોકલ પરિવારની નિકટતા
સોકલ પરિવારના સભ્યો સ્વર્ગસ્થ સ્વાતંત્ર્ય સેનાની ચંપાલાલ શંકર અને તેમના પિતા તુલસીરામ સોકલે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હરદામાં આઝાદીની ચળવળ (freedom movement in harda)માં ઘણા પરિવારો શામેલ હોવા છતાં સોકલ પરિવાર ગાંધીજી સાથેની નિકટતાને કારણે પ્રકાશમાં હતો. સોકલ પરિવારના કારણે જ હરદાના રહેવાસીઓએ 8 ડિસેમ્બર 1933ના રોજ ગાંધીજીની મુલાકાત દરમિયાન તેમને મોટું દાન આપ્યું હતું.
'હરિજન કલ્યાણ' અભિયાન દરમિયાન મુલાકાત
દિવંગતસ્વાતંત્ર્ય સેનાનીનો પરિવાર આજે પણ 1933માં ગાંધીજીની હરદાની મુલાકાત (gandhiji's harda visit)ની યાદો વાગોળે છે. તેમની 2 પુત્રીઓ, જેઓ હાલમાં 80 અને 90 વર્ષના છે, તે દિવસને યાદ કરે છે જ્યારે ગાંધીજીએ 'હરિજન કલ્યાણ' (harijan kalyan movement) માટેના તેમના અભિયાનના ભાગરૂપે તેમના સ્થાનની મુલાકાત લીધી હતી.
હરદાના લોકોની શિસ્તથી ગાંધીજી પ્રભાવિત થયા હતા
તેઓએ ETV ભારતને જણાવ્યું કે, "હરદામાં નજીકના ગામડાઓ અને શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો રસ્તાની બંને બાજુએ ઉભા હતા અને બાપુ પર ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિ ગાંધીજીને મળવા માટે ધીરજપૂર્વક લાઇનમાં ઊભી હતી, જેણે ગાંધીજીને ખૂબ પ્રભાવિત કર્યા હતા. લોકોને તેમના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, તેમણે આવી શિસ્ત ક્યાંય જોઈ નથી અને તેમણે હરદાને 'હૃદયનું શહેર' (the city of heart) કહ્યું હતું.